
વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર
વડોદરા નજીક આવેલી રિલાયન્સ કંપનીમાં ગઈકાલે સાંજે એલ ડી પી ઈ પ્લાન્ટમાં ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળતા આજુબાજુના ગામ લોકોમાં ગભરાટની લાગણી પ્રસરી હતી બનાવની જાણ થતા રિલાયન્સ કંપનીના જ ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.
વડોદરા નજીક આવેલી રિલાયન્સની કંપનીના LDPE U12 માં ગઈકાલે સાંજે સાત વાગે જોરદાર ધડાકો થયો હતો અને આ ધડાકો બે ત્રણ કિલોમીટરના વિસ્તારમાં સંભળાયો હતો આ ધડાકાની સાથે જ પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. બ્લાસ્ટ થયો હતો.
ધનોરાના સરપંચ પ્રવિણસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, રિલાયન્સ કંપનીમાં લો ટેનસીટી પોલીથીલીન LDPEના 12 નંબરના યુનિટમાં ધડાકા સાથે આગ લાગી હતી અને આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી. ધડાકાને કારણે આજુબાજુના ગામ લોકો માં ગભરાટ ફેલાયો હતો. ધડાકનો અવાજ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ કંપનીથી ત્રણ ચાર કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.
રિલાયન્સ કંપનીમાં થયેલા ધડાકાની જાણ થતાં જ કંપનીના ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરો કામે લગાડવામાં આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ બુઝાવી હતી આગની જ્વાળાઓ આજુબાજુના ગામો સુધી દેખાતી હતી. આગ બુઝાઇ ગયા બાદ તેની ખબર ગ્રામજનો સુધી પહોંચતા રાહતનો દમ લીધો હતો.
https://ift.tt/3t33rZL
Comments
Post a Comment