
વડોદરાઃ બહુચર્ચિત દુષ્કર્મ કેસમાં ગોત્રી પોલીસ પાસેથી પાંચમા દિવસે તપાસ પાછી લઇ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપ્યા બાદ દસમા દિવસે હવે એસઆઇટીની રચના કરવામાં આવી છે.
પરપ્રાંતીય વિદ્યાર્થિનીએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદને પગલે ભારે ચકચાર વ્યાપી છે.આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપીઓ પૈકીના રાજુ ભટ્ટ તેમજ તેને ભગાડવામાં અને આર્થિક મદદ કરનાર હોટલ માલિક કાનજી મોકરીયાની ધરપકડ કરી છે.
આ કેસમાં હજી સી.એ.અશોક જૈનને પોલીસ શોધી રહી છે.આ કેસમાં નામચીન બુટલેગર અલ્પુ સિન્ધી પણ પીડિતાને મદદરૃપ થયો હોવાની તેમજ બીજાલોકોને પણ આરોપી બનાવવાની ધમકી મળી હોવાની વિગતો ચર્ચાનો વિષય બની છે.
જેથી પોલીસ કમિશનરે આ કેસમાં જુદા જુદા મુદ્દાઓ અને પુરાવાઆના ેવિશ્લેષણ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે.જે ટીમમાં તપાસ કરનાર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી આર ખૈર ઉપરાંત એસીપી અમિતા વાનાણી,ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી એસ ચૌહાણ અને સાયબર સેલના એસીપી હાર્દિક માંકડિયાનો સમાવેશ થાય છે.
https://ift.tt/39ROiBQ
Comments
Post a Comment