
વડોદરાઃ રેપ કેસના બંને આરોપીઓ સાથે પીડિતાએ સહારાની જમીનની ડીલ માટે મીટિંગ કરી હોવાના આક્ષેપ અંગે પોલીસે રાજુ ભટ્ટને પૂછતાં તેણે સહારાની ડીલ વિશે પોતે કશું જાણતો નથી તેવો જવાબ આપ્યો હતો.
બળાત્કારની ફરિયાદ નોંધાવનાર પીડિતાએ કહ્યું હતું કે,સી.એ.અશોક જૈને આજવા રોડની સહારા ઇન્ડસ્ટ્રિઝની જમીન માટે ઇન્વેસ્ટર સાથે ડીલ કરવાના નામે રાજુ ભટ્ટ સાથે મીટિંગ કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો.અશોક જૈન તેને મર્સિડિઝમાં વાસણારોડના ફ્લેટમાં લઇ ગયા હતા અને ત્યાં રાજુ ભટ્ટ સાથે મીટિંગ કરી હતી.
પીડિતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે,આ મીટિંગ બાદ અશોક જૈને બંનેને ઠંડુ પીણું પીવડાવ્યું હતું.જેમાં મારા પીણામાં કોઇ કેફી પદાર્થ હતો અને અશોક જૈને મને નિર્વસ્ત્ર કરી કોન્ડોમ પહેરીને શારીરિક છેડછાડ કરતાં મેં બૂમો પાડી હતી.
પોલીસે સહારાની અંદાજે રૃ.૩૦૦ કરોડની બજાર કિંમત ધરાવતી સહારાની ૪.૩૬ લાખ ચો.મી.જમીનની ડીલ વિશે પૂછપરછ કરતાં રાજુ ભટ્ટે આ જમીન વિશે કાંઇ જાણતો નથી અને આવી કોઇ ડીલ માટે મીટિંગ નહીં કરી હોવાનો જવાબ આપ્યો હતો. જો કે,પોલીસ તેની વાત માનવા તૈયાર નથી.જેથી અશોક જૈન પકડાશે ત્યારબાદ પોલીસ બંનેને સામસામે બેસાડી પૂછપરછ કરનાર છે.
https://ift.tt/3Fe35Wf
Comments
Post a Comment