
- ઉમરાળા પંથકમાં ગોજારી દુર્ઘટના સર્જાતા ભારે અરેરાટી
- બજુડ ગામેથી મજુરી કામે જઇ પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાતા ધોળાના આધેડ અને બે પરપ્રાંતિય યુવાનના મૃત્યું નિપજ્યા
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ઉમરાળા તાલુકાના ધોળા ગામે રહેતા અને મજુરી કામ કરતા બાબુભાઇ હિંમતભાઇ પરમાર અને તેની સાથે રહેલ પરપ્રાંતિય યુવાન રાજકુમાર બુધ્ધિમાન તેમજ આલોકભાઇ ગણેશભાઇ પાલ ત્રણેય મજુરી કામ અર્થે બજુડ ગામ ગયા હતા ત્યાંથી ગત રાત્રિના ૭.૧૫ કલાકના અરસા દરમિયાન બાઇક નં.જીજે-૦૫-૭૩૪૩ ઉપર ધોળા પરત ફરી રહ્યા હતા તે વેળાએ ધોળાથી ઝાંઝમેર જવાના માર્ગ ઉપર બાઇક ચાલક આલોક પાલે કંટ્રોલ ગુમાવી બેસતા બંધ પડેલ ટ્રોલી પાછળના ભાગે બાઇક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઇજા પહોંચતા ત્રણેયના ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજવા પામ્યા હતાં.
ઉક્ત ઘટનાની જાણ થતાં ઉમરાળા પી.એસ.આઇ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ત્રણેય મૃતકના મૃતદેહનો કબ્જો સંભાળી ઉમરાળા સરકારી હોસ્પિટલ પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ઉક્ત દુર્ઘટના અનુસંધાને મૃતક બાબુભાઇ પરમારના દિકરા જગદિશભાઇ બાબુભાઇ પરમાર (રે.ધોળા)એ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
https://ift.tt/3D2oXlr
Comments
Post a Comment