
- રાજ્યમાં 84 લાખથી વધુ લોકો વધ્યા
- ભારતની વસતીમાં 11.09 ટકાનો વધારો થયો છે, ગુજરાતમાં વસતી ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ 308 થઇ છે
ગાંધીનગર : ગુજરાતમાં વસતી વધારો સતત થઇ રહ્યો છે. ભારતની વસતી ગણતરીના અંદાજ પ્રમાણે ૨૦૨૦માં રાજ્યની વસતી ૬.૯૪ કરોડ થઇ છે, જે ૨૦૧૧ની છેલ્લી વસતી ગણતરી પ્રમાણે ૬.૧૦ કરોડ હતી. નવ વર્ર્ષમાં રાજ્યની વસતીમાં ૧૩ ટકાનો વિંક્રમી વધારો થયો છે.
ગુજરાતની સરખામણીએ ભારતની વસતીનો દર ઓછો રહ્યો છે. દેશમાં આ સમયગાળા દરમ્યાન ૧૧.૦૯ ટકાના દરે વસતી વધી છે. દેશની વસતી ૨૦૧૧માં ૧૨૨.૦૧ કરોડ હતી જે વધીને ૨૦૨૦માં ૧૩૫.૫૪ કરોડ થઇ છે. કોરોના સંક્રમણના કારણે ૨૦૨૧માં વસતી ગણતરી થઇ શકી નથી પરંતુ પ્રોજેક્ટેડ વસતીના આંકડા જાહેર કરવામાં આવેલા છે. ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા કેગના રિપોર્ટમાં વસતીના અંદાજો જાહેર કરવામાં આવેલા છે જેમાં નવ વર્ષમાં ગુજરાતમાં ૮૪ લાખ લોકો વધી ગયા છે. પ્રતિ ચોરસ કિલોમીટર પ્રમાણે વ્યક્તિની સંખ્યા ભારતમાં ૩૮૨ છે જ્યારે ગુજરાતમાં ૨૦૮ છે. રાજ્યમાં ગરીબી રેખાની નીચે જીવતી વસતી ૧૬.૬ ટકા છે.
ગુજરાતમાં સાક્ષરતાનો દર વધીને ૭૮.૦ થયો છે જ્યારે બાળમરણનો દર ૧૦૦૦ સામે ૩૦.૦ છે. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય ભારતમાં ૬૯.૪ વર્ષ છે જ્યારે રાજ્યમાં ૬૯.૯ જોવા મળ્યું છે. વર્તમાન ભાવોએ એકંદર ઘરેલું ઉત્પાદન અને રાજ્યનું એકંદર ઘરેલું ઉત્પાદન ૧૬૬૩૩૬૨ કરોડ રૂપિયા જોવા મળ્યું છે, જ્યારે ભારતનું એકંદર ઘરેલું ઉત્પાદન ૨૦૩૩૯૮૪૯ કરોડ રૂપિયા છે.
https://ift.tt/3F6JarQ
Comments
Post a Comment