
ધો.11 સાયન્સમાં બોર્ડની મંજૂરી વગર CBSEના
વાલીઓની માંગને પગલે અંતે બોર્ડે A ગૂ્રપમાં પ્રવેશની મંજૂરી આપી પણ ગણિતની પરીક્ષા અલગ લેવાશે
અમદાવાદ : સીબીએસઈના બેઝિક ગણિત સાથે પાસ થયેલા ધો.10ના વિદ્યાર્થીઓને કેટલીક સ્કૂલે નિયમ વિરૂદ્ધ એ ગુ્રપમાં પણ પ્રવેશ આપી દીધો છે.ગુજરાત બોર્ડે આ વર્ષે માત્ર બી ગુ્રપમાં પ્રવેશની છુટ આપી હતી પરંતુ કેટલીક સ્કૂલે ગુજરાત બોર્ડના નિયમ વિરૂદ્ધ જઈને એ ગુ્રપમાં પ્રવેશ આપી દીધો હોવાથી બોર્ડ દ્વારા હવે આવી દરેક સ્કૂલના આચાર્યને પાંચ-5ાંચ હજાર રૂપિયાનો દંડ કરાશે.
સીબીએસઈ દ્વારા ધો.10માં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત એમ બે પેપરોની પદ્ધતિ બે વર્ષથી લાગુ કરી છે. બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને ધો.11 સાયન્સમાં પ્રવેશ મળતો નથી અને ગુજરાત બોર્ડે પણ નિયમ કર્યો છે કે ગુજરાત બોર્ડ હેઠળ નોંધાયેલી એક પણ સાયન્સ સ્કૂલમાં કોઈ પણ ગુ્રપમાં પ્રવેશ મળશે નહી.પરંતુ ગત વર્ષે કોરોનાને પગલે બોર્ડ 2020-21ના વર્ષ માટે બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને બી ગુ્રપમાં પ્રવેશની છુટ આપી હતી.
ત્યારબાદ આ વર્ષે પણ કેટલીક સ્કૂલે બી ગુ્રપમાં પ્રવેશ આપી દીધો હતો.જેને પગલે બોર્ડે આ વર્ષ માટે પણ મંજૂરી આપી હતી અને 13મી સપ્ટેમ્બરે પરિપત્ર કરીને 20મી સુધીમાં સ્કૂલોને પ્રવેશ આપવા મંજૂરી આપી હતી.દરમિયાન કેટલાક વાલીઓએ બોર્ડને રજૂઆત કરી હતી કે બેઝિક ગણિત સાથે પાસ થયેલા તેઓના બાળકોએ એ ગુ્રપમાં પ્રવેશ લઈ લીધો છે.
કેટલીક સ્કૂલોએ બેઝિક ગણિત સાથે પાસ વિદ્યાર્થીઓને સાયન્સના એ ગુ્રપમાં પ્રવેશ આપી દીધો છે. એ ગુ્રપમાં અભ્યાસ માટે ગણિત જરૂરી હોય છે અને જે માટે સ્ટાન્ડર્ડ ગણિત જરૂરી છે.પરંતુ વાલીઓની માંગણીને પગલે બોર્ડે આ વર્ષે એ ગુ્રપમાં પ્રવેશ માટે મંજૂરી આપી દીધી છે અને તાજેતરમાં તમામ ડીઈઓને આ બાબતે પરિપત્ર કર્યો છે.
ઉપરાંત તમામ ડીઈઓને 30મી સુધીમાં બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને કઈ કઈ સ્કૂલે કયા કયા ગુ્રપમાં પ્રવેશ આપ્યો છે અને કઈ તારીખે પ્રવેશ અપાયો છે તે અંગેની તમામ વિગતો મોકલવા આદેશ કર્યો છે.
બોર્ડે તમામ ડીઈઓ પાસેથી 13મી સપ્ટેમ્બર પહેલા એટલે કે બોર્ડે મંજૂરી આપી હતી તે પહેલા પ્રવેશ આપનારી સ્કૂલોની પણ અલગથી વિગતો માંગી છે. જે સ્કૂલોએ બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને 11 સાયન્સમાં એ ગુ્રપમાં પ્રવેશ આપી દીધો છે તે તમામ સ્કૂલોના આચાર્યોને પાંચ-પાંચ હજારનો દંડ કરવામા આવશે.
આચાર્યએ પોતાના બેંક એકાઉન્ટમાંથી બોર્ડને દંડની રકમ જમા કરાવવાની રહેશે.ઉપરાંત એ ગુ્રપમાં પ્રવેશ લેનારા બેઝિક ગણિતના વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા અલગથી ગુજરાત બોર્ડના ગણિતના અભ્યાસક્ર મુજબ અને જુલાઈ 2021માં લેવાયેલ પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપ મુજબ બોર્ડ પરીક્ષા લેવાશે.જે વિદ્યાર્થી આ બોર્ડ પરીક્ષા પાસ કરશે તેનો જ ધો.11 સાયન્સમાં એ ગુ્રપમાં પ્રવેશ માન્ય રાખવામા આવશે.
https://ift.tt/3ARTSjJ
Comments
Post a Comment