
અમદાવાદ,બુધવાર
નારોલ વિસ્તારમાં લિફ્ટમાં નીચે ઉતરી રહેલા યુવકો લિફ્ટમાં હાથ કપાતા મોત થયું હતું. આ બનાવ અંગે નોરાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધુ વધુ તપાસ હાથ ધરી છે.
સિલાઇની કામગીરી કરતો યુવક લિફ્ટમાં નીચે ઉતરતો હતો ડાબો હાથ કપાયો, લોહી વહી જતાં મોત થયું
આ કેસની વિગત એવી છે કે મૂળ બિહારના વતની અને હાલમાં લાંભા ઇન્દીરાનગર વિભાગ-૨માં એ.એમ,સી .પાણીની ટાંકી પાસે રહેતા નિતીશકુમાર પાસપત પંડીત (ઉ.વ.૧૯) નારોલ વિસ્તારમાં દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્લોટ નંબર-૫૪માં આવેલી નયોન એકસપોર્ટ કંપની ખાતે સિલાઇની કામગીરી કરતા હતા.
તા. ૨૭ના રોજ સવારે ૯.૩૦ વાગે લિફ્ટમાં નીચે આવતા હતા આ સમયે એકાએક જ ડાબો હાથ લિફ્ટમાં આવી જતા કપાઇ ગયો હતો. યુવકનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ બનાવ અંગે નારોલ પોલીસે અકસ્માતે મોેત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Comments
Post a Comment