
અમદાવાદ,બુધવાર
ઘોડાસર વિસ્તારમાં રહેતા આધેડ તેમના પત્નીને લઇને જતા હતા, આ સમયે બહેરામપુરા ગોરધનવાડી પાસે ચાલું વાહને અચાનક ખંેચ આવી હતી જેના કારણે વાહન સ્લીપ ખાઇ ગયું હતું જેથી આધેડ રોડ પર પટકાયા હોવાથી હાથે ફ્રકચર થયું હતું અને માથામાં ગંભીર ઇજા થવાથી હેમરેજના કારણે મોત નીપજ્યું હતું.
બહેરામપુરા ગોરધનવાડી પાસે વાહન સ્લીપ ખાઇ જતા રોડ પર પટકાવાથી હાથે ફ્રેકચર , હેમરેજ થતાં મોત નીપજ્યું
આ કેસની વિગત એવી છે કે ઘોડાસર વિસ્તારમાં રાજબાગ પાસે તુલસી ટેનામેન્ટમાં રહેતા અને મણિનગરમાં શાહ એન્ડ કંપનીમાં દવાના ડિસ્ટુબ્યુટરના ત્યાં ક્લાર્ક તરીકે નોકરી કરતા શૈલેન ચન્દ્રકાન્તભાઇ પંડયા (ઉ.વ.૫૦) તા.૨૬ના રોજ પત્નીને લઇને બહેરામપુરા વિસ્તારમાં પોતાની સાસરીમાં જઇને ઘરે પરત આવતા હતા જ્યાં રાતે ૯ વાગે મણિનગર ગોરધનવાડી ટેકરા પાસેથી પસાર થતા હતા
જ્યાં ચાલું વાહને આધેડને અચાનક ખેંચ આવતા વાહનના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતાં દંપતિ રોડ પર પટકાયા હતા આધેડને હાથે ફ્રેકચર અને માથામાં ગંભીર ઇજા થતાં હેમરેજના કારણે મોત નીપજયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Comments
Post a Comment