
અમદાવાદ,તા.29 સપ્ટેમ્બર 2021, બુધવાર
વટવા ગામમાં ઠાકોર વાસ અને ખોડિયાર માતાવાળો વાસમાં જવાનો રસ્તો કાચો, ઉબડ-ખાબડ, તૂટેલો હોવાથી કાદવ-કિચડ અને વરસાદી પાણી ભરાઇ જાવાની સમસ્યાને લઇને રહીશો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તા જેવી પ્રાથમિક સુવિધા ન મળી રહેતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વટવા ગામમાં ચોમસામાં રોડ-રસ્તાની હાલત બદતર બની જવા પામી છે. મ્યુનિ.તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરોની ઉદાસીનતાને કારણે ગ્રામજનોએ પ્રાથમિક સુવિધા માટે પણ વલખા મારવા પડી રહ્યા છે.
આ અંગે ગામના રહીશ જગદીશ મુખીના જણાવ્યા મુજબ છેલ્લા પંદરેક વર્ષથી આ ગામમાં રોડ બન્યો નથી. રહીશોએ ખાસ કરીને ચોમાસામાં નર્કાગારની સ્થિતિમાં જીવવાની ફરજ પડી રહી છે. કાદવ-કિચડના કારણે પદપાલક હોય કે પછી વાહનચાલક બંને માટે ઔઆ બિસ્માર રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ બની જાય છે.
રોડ બનાવવા માટે રજૂઆતો કરાઇ છે, પરંતુ આજદીન સુધી ધ્યાન અપાયું જ નથી. ખોડિયાર માતાવાળો વાસ, ઠાકોર વાસમાં રોડની હાલત ખરાબ હોવાથી આ વાસમાં રહેતા લોકો તો પરેશાન છે પરંતુ નિર્મળ સોસાયટી, રામરાજ્યનગર સોસાયટી અને અંબિકા સોસાયટીના રહીશો પણ ભારે પરેશાન છે તેઓએ વટવા બજારમાં જવું હોય છે. તેઓએ હાલમાં પ્રજાપતિવાસ, આઝાદ ચોક થઇને જવું પડે છે. એક કિ.મી.નું વધુ અંતર કાપીને વૈકલ્પિક રૂટ પસંદ કરવો પડે છે.
લોકોની આ હાલત છતાંય સત્તાધીશો પાયાની સુવિધા બાબતે ધ્યાન આપી રહ્યા ન હોવાથી ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
https://ift.tt/2XY9V0H
Comments
Post a Comment