
અમદાવાદ,તા.29 સપ્ટેમ્બર 2021, બુધવાર
આગામી તા.૧ ઓક્ટોબરથી એસ.ટી.નિગમ દ્વારા ચાર નવા રૂટો પર એક્સપ્રેસ બસ સેવા શરૂ કરવામાં આવનાર છે.પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહિક કરવા માટે વડનગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગાંધીનગર-દાંડી , અમદાવાદ-ધોળાવીરા, અમદાવાદ- પાવાગઢ (માંચી) માટે એક્સપ્રેસ એસ.ટી.બસો દોડાવાશે.
ઉપરાંત કચ્છમાં આવનારા પ્રવાસીઓ ધોળાવીરા જતા હોવાથી લોકલ બસ સેવા પણ શરૂ કરાશે જેમાં ભચાઉ,અંજાર, ખરોડા, ડુંગરાની વાંઢ, રાપર અને ભુજથી ધોળાવીરા માટે બસ સેવા શરૂ કરાશે.
Comments
Post a Comment