
વડોદરાઃ હાર્મનિ હોટલના સંચાલક કાનજી મોકરિયાએ સરકારી ં અધિકારી બનવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છતી પીડિતાની રાજુ ભટ્ટ સાથે પહેલીવાર મુલાકાત કરાવી હતીે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,પીડિતા લોકડાઉનમાં હાર્મનિ હોટલમાં રોકાઇ હતી તે દરમિયાન હોટલના સંચાલક કાનજી મોકરીયાએ તેના મિત્ર રાજુ ભટ્ટ સાથે પીડિતાનો સંપર્ક કરાવ્યો હતો.
પીડિતાને ગુજરાત સરકારમાં ઉચ્ચ અધિકારી બનવાની ઇચ્છા હતી અને તે જીપીએસસીની એક્ઝામ આપવા માંગતી હતી.જેથી મોકરિયાએ તેનો રાજુ ભટ્ટ સાથે સંપર્ક કરાવતાં કહ્યું હતું કે,આ સાહેબ તને ગાઇડન્સ આપશે.આ ઉપરાંત જમીનનું કામ કરતા હોવાથી તને લેન્ડ લો ના અભ્યાસ માટે પણ મદદરૃપ થશે.પરંતુ ત્યારબાદ આવી કોઇ પરીક્ષા માટે રાજુ ભટ્ટ કામમાં નહીં લાગતાં પીડિતાના સરકારી અધિકારી બનવાનું સપનું રોળાયું હતું.
કાનજીએ સંપર્ક કરાવ્યા બાદ પીડિતા અને રાજુ ભટ્ટ વચ્ચે સીધો સબંધ થયો હતો અને મોકરિયા બાજુ પર રહ્યો હતો.
https://ift.tt/3mdWdz4
Comments
Post a Comment