
- તરુણીને પ્રેમ કરતો હોવાનો દાવો કરનાર કોસાડ આવાસના અરબાજ ખાન વિરુદ્ધ અપહરણ, એટ્રોસીટી એક્ટ અને પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ
સુરત, : સુરતના વરાછા વિસ્તારમાં ગતરાત્રે ધો.12 કોમર્સમાં અભ્યાસ કરતી તરુણીને ભગાડી જતા વિધર્મી યુવાનને સ્થાનિકોએ ઝડપી લીધો હતો.તરુણીને પ્રેમ કરતો હોવાનો દાવો કરનાર કોસાડ આવાસના અરબાજ ખાન વિરુદ્ધ વરાછા પોલીસે અપહરણ, એટ્રોસીટી એક્ટ અને પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુરતમાં વરાછા વિસ્તારમાં અટલજીનગરમાં રહેતા શ્રમજીવીની સૌથી નાની બહેન રચના ( ઉ.વ.16 ) વરાછાની એક સ્કૂલમાં ધો.12 માં અભ્યાસ કરે છે. ગતરાત્રે રચના સોસાયટીના નાકા પરથી વિધર્મી યુવાન અરબાજ ખાન મોહમ્મદ ઈદ્રીશ ખાન ( રહે.એચ-2,156/એ-12 ઇડબ્લ્યુએસ કોસાડ આવાસ, અમરોલી, સુરત ) સાથે ભંગી જતી હતી ત્યારે તેને મોટી બહેન અને સ્થાનિકોએ બંનેને ઝડપી લીધા હતા. અરબાજે રચનાના મોટાભાઈને કહ્યું હતું કે તે રચનાને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. રચનાના પરિવારજનોએ તેને સમજાવવા પ્રયત્ન કર્યો હતો પણ તે નહીં માનતા છેવટે વરાછા પોલીસને જાણ કરી હતી. વરાછા પોલીસે અરબાજ વિરુદ્ધ અપહરણ, એટ્રોસીટી એક્ટ અને પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Comments
Post a Comment