
- ફાયર સેફ્ટીની સુવિધા ગોઠવાઈ જવાને પગલે
- ફાયર સેફ્ટી સુવિધા ગોઠવાતા આખરે સીલ ખોલાયું : ગાંધીનગરની ટીમે સીલ માર્યું હતું
નડિયાદ : ઠાસરાની રેફરલ હોસ્પિટલના આજે ૨૫ દિવસ બાદ તાળા ખોલવામાં આવ્યા છે. આજ થી ૨૫ દિવસ અગાઉ ગાંધીનગરની સ્ટેટ ફાયર સેફટી ટીમે ફાયર સેફટી ના અભાવે ઓ. પી. ડી રૂમને સિલ મારી દીધુ માર્યુ હતુ. ફાયર સુવિધા ઉપલબ્ધ થતા અધિકારીઓની હાજરીમાં સિલ ખોલવામાં આવ્યા છે.હાઇકોર્ટમાં ચાલી રહેલ પી.આઇ.એલ હુકમને લઇ ગાંધીનગરથી એક ટીમ ઠાસરા રેફરલ હોસ્પિટલમાં ગત તા.૦૫-૧૦-૨૦૨૧ ના રોજ આવી હતી. જ્યા સ્થાનિક વિભાગની ટીમ અને ગાંઘીનગરથી આવેલ ટીમે હોસ્પિટલની ઓ.પી.ડી રૂમમાં તપાસ કરી હતી. ફાયર સેફટીને લગતા સાઘનો ન હોવાના કારણે સિલ મારવામાં આવ્યુ હતુ. આ બનાવ અંગે હોસ્પિટલને આવારનવાર નોટીસે પણ મેકલવામાં આવી હતી. તેમ છતા તેનો કોઇ અમલ ન થતા ટીમે બનાવ સ્થળે પહોચી હોસ્પિટલમાં આવેલ ઓ.પી.ડી સિલ માર્યુ હતુ. તેમજ રેફરલ હોસ્પિટલના ઓ.પી.ડી રૂમને તાળુ મારી સિલ મારી એક નોટીસ ચોટાડવામાં આવી હતી.
આજે બપોરે ઠાસરા ચીફઓફિસર,ગાંઘીનગર ફાયર સેફટીકપડવંજ નગરપાલિકાના ફાયર સેફટીના કર્મચારી આવ્યા હતા. તે સમયે રેફરલ હોસ્પિટલના ઇ.સુપ્રિન્ટેડન્ટની હાજરીમાં સિલ તોડી હોસ્પિટલને કાર્યરત કરવામાં આવી હતી. આ અંગે મળતી વિગતો અનુસાર ફાયરસેફટીની સગવડ કરવામાં આવી છે. તેમજ બાકી રહેલ સિસ્ટમને આગામી ૧૦ દિવસમાં લગાવી દેવાની બાહેધરી આપવામાં આવી હતી. સિલ ખુલીજતા હોસ્પિટલની ઓ.પી.ડી વિભાગ ચાલુ કરવામાં આવ્યો છે.
https://ift.tt/3bofdWD
Comments
Post a Comment