
ગાંધીનગર : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના અધિકારીઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કામનું ભારણ વધી જતાં રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ત્રણ નાયબ સચિવની નિયુક્તિના આદેશ કર્યા છે.
આ વિભાગમાં નાયબ સચિવ આરજી ભટ્ટને મહેકમ, ભાવિન ડી ભટ્ટને જમીન સંપાદન અને ગુજરાત વહીવટી સેવાના વર્ગ-1ના અધિકારી એમજે પંડયાને એટીવીટીમાં નિયુક્તિ આપવામાં આવી છે. નાયબ સચિવ આરજી ભટ્ટને તેમની હાલની ફરજો ઉપરાંત બજેટ, સંકલન અને આઇટીના નાયબ સચિવનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
યુએલસીના સંયુક્ત સચિવ પીએન મકવાણાને એટીવીટીના નાયબ સચિવના વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે જમીન વિભાગના નાયબ સચિવ ડીઆર ભમ્મરને મહેકમ, સેવા વિભાગના એકે ઉપાધ્યાયને બજેટ અને તપાસ વિભાગના એએચ મનસુરીને સંકલન તેમજ આઇટીના વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
મહેસૂલ વિભાગમાં ત્રણ નાયબ સચિવોએ દિવાળી પહેલાં તેમના નવા હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે તેથી વિભાગના પાંચ અધિકારીઓ વધારાના હવાલામાંથી મુક્ત થયા છે.
https://ift.tt/2ZCcd6m
Comments
Post a Comment