
- શહેરના સરદારબાગની હાલત ખરાબ, ફરવા આવતા લોકોમાં કચવાટ
- પક્ષી ઘરમાં કેટલાક પક્ષીના મૃત્યુ, કેટલાક ઈજાગ્રસ્ત : ફુવારા પણ ઘણા સમયથી બંધ
ભાવનગર શહેરના સરદારબાગ (પીલગાર્ડન)માં મહાપાલિકા દ્વારા હજુ બે વર્ષ પૂર્વે કરોડો રૂપીયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને રીનોવેશન કરવામાં આવ્યુ હતુ પરંતુ હાલ પીલગાર્ડનની ખરાબ હાલત જોવા મળી રહી છે. આવતીકાલે રવિવારે સરદાર પટેલની જન્મ જયંતિ છે પરંતુ સરદારબાગમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાની સફાઈ પણ કરવાનુ મહાપાલિકાના ગાર્ડન વિભાગને સુજ્યુ ના હોય તેમ પ્રતિમા પર ધુળ, ચરક જોવા મળ્યુ હતુ તેથી જાગૃત નાગરીકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. સરદારબાગના પક્ષી ઘરમાં બે પક્ષીના મૃત્યુ થયા હતા અને આશરે ૩ પક્ષી ઈજાગ્રસ્ત હોવાનુ જાણવા મળેલ છે. આ અંગે ગાર્ડન વિભાગના અધિકારી કે.કે.ગોહિલને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, એક કબુતરનુ મૃત્યુ થયુ હતુ તેનો મૃતદેહ લઈ લેવામાં આવેલ છે, પક્ષી ઈજાગ્રસ્ત હોવાનુ જાણવા મળેલ નથી.
સરદારબાગના ફુવારા પણ ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે પરંતુ કોઈ કારણસર ફુવારા શરૂ કરવામાં આવતા નથી. પીલગાર્ડનમાં વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે તેથી ફરવા આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, સરદારબાગમાં સુવિધાના નામે ખાસ કંઈ નથી અને છતા મનપાએ થોડા દિવસો પૂર્વે પ્રવેશ સહિતની ફી વસુલવાનુ શરૂ કરતા વિરોધ થયો હતો તેથી ફીનો નિર્ણય પરત લેવામાં આવ્યો હતો. સરદારબાગના મામલે મનપાએ યોગ્ય પગલા લેવા જરૂરી છે.
https://ift.tt/3CvuWzj
Comments
Post a Comment