
ગ્રામ્યકક્ષાએ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવાની કામગીરી કાર્યરતઃગત વર્ષ કરતા અડધા ખેડૂતોની જ નોંધણીઃપ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૫,૫૫૦ ટેકાનો ભાવ
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં પણ આગામી લાભપાંચમથી ટેકાનાભાવે મગફળી ખરીદીનો તંત્ર દ્વારા પારંભ કરવામાં આવનાર છે. હાલ ખેડૂતોના નામની નોંધણી કરવામાં આવી રહી છે જેમાં ગત વર્ષની સાપેક્ષમાં અડધાથી પણ ઓછા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે લાભપાંચમ પહેલા ટેકાનાભાવે પોતાની મગફળી વેચવાનું ઇચ્છતા ખેડૂતો પોતાનું રજીસ્ટ્રેશન કરાવે તે માટે ગ્રામ્યકક્ષાએ વ્યવસ્થા ગોઠવવા અને વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તે માટેની સુચના કલેક્ટર દ્વારા આપવામાં આવી છે.
છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો પર કુદરત મહેરબાન નહીં હોવાથી પાક તથા ખેતીવાડીને વ્યાપક નુકશાન થાય છે. ખેડૂતો મોંઘા બિયારણ, ખાતર, સિંચાઇ કરીને પોતાના પરસેવે ખેતી કરે છે પરંતુ બજારમાં તેનો યોગ્ય ભાવ મળતો નથી જેના કારણે ખેડૂતો સરકારે આપેલા ટેકાનાભાવે પોતાનું ઉત્પાદન વેચે છે.ગત વર્ષે મોટાભાગના ખેડૂતોએ મગફળીનું ટેકાનાભાવે વેચાણ કરવાનું પસંદ કર્યું હતું ગાંધીનગર જિલ્લામાં પાંચ હજારથી વધુ ખેડૂતોએ પોતાની મગફળી ટેકાનાભાવે વેચી હતી ત્યારે આ વખતે આગામી લાભપાંચમ એટલે કે, તા.૯મીથી મગફળીનું ટેકાનાભાવે ખરીદી કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં પણ લાભપાંચમના મુહૂર્તથી ટેકાનાભાવે મગફળી તંત્ર દ્વારા ખરીદવામાં આવશે. આ અંગે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓની બેઠક મળી હતી જેમાં ખેડૂતોને રજીસ્ટ્રેશ કરાવવામાં મુશ્કેલી ન પડે તેમજ સેન્ટરો ઉપર જ્યાં મગફળી ખરીદ-વેચાણ કરવાની છે ત્યાં પણ પુરતી વ્યવસ્થા જળવાય તે માટેની સુચના આપવામાં આવી હતી.આ વર્ષે પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૫,૫૫૦નો ટેકાનોભાવ રાખવામાં આવ્યો છે અને જિલ્લામાં કુલ ૧૬૦૦ જેટલા ખેડૂતોની નોંધણી થઇ છે જે ગત વર્ષ કરતા અડધાથી પણ ઓછા છે.
https://ift.tt/3ms7TQ5
Comments
Post a Comment