
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદમાં તાજા જન્મેલા બાળકોને તડછોડવાના કિસ્સા વધી રહ્યા છે, અમરાઇવાડી વિસ્તારમાં ઇન્દિરા આવાસ યોજનાના ચાર માળના મહાલક્ષ્મીનગરમાં આજે બપોરે કોઇક અજાણી વ્યક્તિ તાજુ જન્મેલું બાળક ત્યજીને પલાયન થઇ ગઇ હતી. અમરાઇવાડી પોલીસે ગુનો નોંધીને બાળકના માતા-પિતાની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકના રડવાના અવાજથી લોકો દોડી આવ્યા,બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ ઃ બાળકના માતા-પિતાની શોધખોળ કરવા પોલીસ દોડતી થઇ
અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, કે.એ.ડામોરના જણાવ્યા મુજબ આજે બપોરે અમરાઇવાડી વિસ્તારમાં ન્યું કોટન પોલીસ ચોકી નજીક આવેલા ઇન્દિરા આવાસ યોજનાના લક્ષ્મીનગર ચાર માળિયા મકાનના પ્રથમ માળના પગથિયામાં કોઇક અજાણી વ્યક્તિ તાજુ જન્મેલા પુુરુષ બાળકને ત્યજી દીધું હતું. બાળકના રડવાના અવાજથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસ જાણ કરી હતી પોલીસે તુરંત એન્બ્યુલન્સ મારફતે બાળકને એલ.જી.હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું.
પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને બાળકના વાલી વારસને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે, પોલીસની પ્રાથમિક તપાસમાં ચાર માળિયા મકાનમાં કુલ ૫૦૦ જેટલા મકાનો આવેલા છે. કોઇક બહારની વ્યક્તિ બાળકને મૂકીને જતી રહી હોવાની શંકા સેવાઇ રહી છે, જો કે બાળકને હાલમાં તબીબી સારવાર અપાઇ રહી છે. બાળકની માતા મળ્યા બાદ કયા સંજોગોમાં તાજા જન્મેલા બાળકને ત્યજી દેવામાં આવ્યું છે, તે સહિતની સત્ય હકીકત બહાર આવશે.
https://ift.tt/3CteOON
Comments
Post a Comment