
- તમામ માટે 150 અને બાળકો, વૃદ્ધો માટે 50 રૂપિયા ટિકિટ રાખો
- સામાન્ય જનતાને નથી મળ્યો કોઈ ફાયદો, વર્ષે 36 કરોડની આવકમાંથી સરકારે પણ જીએસટી પેટે 18 ટકા રળી લીધા!
જૂનાગઢ : જૂનાગઢના ગિરનાર રોપવેને એક વર્ષ પૂર્ણ થયું પરંતુ રોપવેના વધુ પડતા ટિકિટના દરના લીધે હજુ વિરોધ યથાવત છે. રોપવે બનતા સામાન્ય જનતાને કોઈ ફાયદો થયો નથી.આ મુદ્દે આજે સીપીએમ અને કોંગ્રેસે રોપવેના ટિકિટના દર ઘટાડવાની માંગ સાથે કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી આ મામલે દરમ્યાનગીરી કરવા રજૂઆત કરી છે .
હાલ જૂનાગઢના ગિરનાર રોપ-વેમાં પ્રવાસીઓ પાસેથી ૭૦૦ રૂપીયા તેમજ જૂનાગઢ શહેરના લોકો માટે ૬૦૦રૂપીયા લેવામાં આવે છે.આ ભાવ વધારા સામે જૂનાગઢના સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં ગિરનાર રોપ-વે ને એક વર્ષ પૂર્ણ થયુ છે. ત્યારે રોપ-વે કંપનીના વધુ ભાવ થી જનતાના એક વર્ષની ટિકિટ ની આવક રૂપિયા ૩૬ કરોડ થઇ છે. તેમાં સરકારને પણ ૧૮ ટકા જીએસટીની આવક થઈ છે. રોપ-વેમાં વર્ષ દરમ્યાન ૬.૬૦ લાખ પ્રવાસીઓ એ જ રોપ-વે ની સફર કરી છે. ટિકિટ ના ભાવ વધુ હોવાથી ગરીબ અને સામાન્ય લોકો રોપ-વે માં મુસાફરી કરી શકતા નથી. અને રોપ-વે બની ગયો હોવા છતા સામાન્ય લોકોને કોઈ ફાયદો થયો નથી. આજે સીપીએમ અને કોંગ્રેસે સયુંકત રીતે આ રોપ- વે ના ટિકિટના ભાવ તાત્કાલિક ઘટાડવાની માંગ ઘટાડવાની માંગ સાથે કલેકટર મારફત મુખ્યમંત્રીને આ આવેદનપત્ર આપ્યું હતું. તમામ લોકો માં અંબાજી અને ગિરનાર ના દર્શને જઈ શકે અને સૌ લોકો તેનો લાભ લઈ શકે એ માટે તમામ પ્રવાસીઓ માટે ૧૫૦ રૂ, બાળકો માટે ૫૦ રૂપીયા,વૃદ્ધો માટે ૫૦ રૂપીયા દિવ્યાંગ માટે ૫૦ રૂપીયા રાખવામાં આવે એવી માંગ કરી હતી.
આ મુજબ નો રોપ-વેની ટિકિટ નક્કી કરવામાં નહિ આવે તો આંદોલન કરવા ચિમકી પણ આપવામાં આવી છે.
https://ift.tt/2XVGeOj
Comments
Post a Comment