
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
રાજસ્થાન સેવા સમતિની ચૂંટણીમાં પ્રોક્સીને મુદ્દે ભારે વિવાદ થયો છે. રાજસ્થાન સેવા સમિતિના વર્તમાન મેનેજમેન્ટ એકતા પેનલની વધુ પ્રોક્સી આવ્યાનું જાણ થતાં એકતા પેનલની વધુ પ્રોક્સી રદ બાતલ ઠેરવીને તેમની વિજયી સરસાઈને તોડી નાખવાનો પ્રયાસ કર્યો છે. એકતા પેનલનો આક્ષેપ છે કે રાજસ્થાન સેવા સમિતિના ૧૪૨૯ સભ્યની કુલ ૧૪૪૨ પ્રોક્સી આવી હતી. તેમાંથી એકતા પેનલની ૭૫૪ પ્રોક્સી હતી. તેમની પ્રોક્સીમાં સરસાઈ હતી. આ સરસાઈ ખતમ કરવાનો તેમણે ખેલ કર્યો હતો. ડુપ્લીકેટ પ્રોક્સી ૨૭૩ કેન્સલ કરવા ઉપરાંત તેમની ૧૭૨ બીજી પ્રોક્સી કેવાયસીને નામે કેન્સલ કરી હતી. તેની સામે તટસ્થ હોવાનો દેખાવ કરવા માટે તેમની સંસ્કાર પેનલના અંદાજે ૬૦ જણની પ્રોક્સી પણ રદ કરી હતી. આ સંજોગોમાં એકતા પેનલની મતો તૂટી જાય તો સંસ્કાર પેનલના વિજયનો રસ્તો ખૂલી જાય તેવો ખેલ પાડયો હતો. તેથી એકતા પેનલે તેનો વિરોધ કર્યો હતો. એકતા પેનલે કેવાયસી આપ્યા છતાંય તેમણે તે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.
આ પ્રોક્સી રદ કરવા માટેના કારણો કેવાયસીના છે કે સહી મિસમેચિંગના છે તે અંગે વ્યવસ્થિત કારણ આપતા નથી. કેવાયસીમાં ૨૫થી ૩૦ વર્ષ પહેલા કરેલી અને અત્યારે કરેલી સહીમાં થોડો તફાવત આવી જાય તે સહજ છે. પરંતુ તેઓ તેમને ગણતરીમાં લેવા જ તૈયાર થયા નથી. આ સંજોગોમાં કેવાયસી ન સ્વીકારીને પણ વર્તમાન મેનેજમેન્ટે તેમના જીતનો રસ્તો મોકળો કરવાનો પ્રયાસ કર્યો છે. એકતા પેનલને વધુ પ્રોક્સી મળી હોવાથી તેમના વિજયની નિશ્ચિતતા જણાતા સંસ્કાર પેનલે પ્રોક્સીનું તૂત ઊભું કર્યું હતું. ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરેલા હિરાચંદ હૂંડિયા ચૂંટણી લડી રહેલા ઉગમરાજ હૂડિયાને સગા ભાઈ છે. તેમની માનસિકતા એકતા પેનલને તોડી પાડવાની હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. પ્રોક્સીના મૂળમાં તેમના જ પક્ષપાતી નિર્ણયો જવાબદાર છે. આ વિવાદનો અંત લાવવા માટે પી.આર. કાંકરિયાએ તમામ પ્રોક્સી રદ કરીને ફિઝિકલ વોટિંગ જ યોજવાનું સૂચન કર્યું છે. આ સૂચને પણ વર્તમાન મેનેજમેન્ટ કે વર્તમાન મેનેજમેન્ટની તરફેણમાં ચૂંટણી લડતા ઉગમરાજના સગાં ભાઈ અને ચૂંટણી અધિકારી હિરાચંદ સ્વીકારવા તૈયાર નથી.
પ્રોક્સી માટે કેવાયસી આપવા જરૃરી હોવાનું અગાઉથી જણાવવામાં આવ્યું જ નહોતી.ું પરિણામે કેવાયસીને આગળ ધરીને પ્રોક્સી રદ કરવી કાયદેસર નથી. સંસ્થાના ઇતિહાસમાં કેવાયસીને નામે પ્રોક્સીને રદ કરવાનું સંસ્થાને ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. રાજસ્થાન સેવા સમિતિના કાયમી સભ્ય શીતલ અગ્રવાલે ૨૦૧૮ની આઠમી ઓક્ટોબરે રાજસ્થાન સેવા સમિતિના હોદ્દેરારો સામે પોલીસ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ ૧૯૭૨માં મૃત્યુ પામેલા સભ્ય નંદલાલ દાનમલની પ્રોક્સી ઊભી કરવા અંગેની હતી. તેથી ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૧૫૪ હેઠળ લેખિત ફરિયાદ નોંધવામાં આવી હતી. આ અંગે પોલીસ કમિશનરની કચેરીએ તપાસનો આદેશ આપતા તેમાં ગુનો બનતો હોવાનું જણાયું હતું. આ ગુનો દાખલ કરીને પોલીસ કમિશનરને જાણ કરવા તેમ જ એફઆઈઆરની નકલ મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. તેમએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટ નંબર ૧૮માં આગોતરા જામીન માટે પણ અરજી કરી હતી. આ અરજી પણ ન્યાયમૂર્તિએ નામંજૂર કરી છે. તેથી માધુપુરા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ ન નોંધાય તે માટે તેઓ છેલ્લા દસ દિવસથી દબાણ લાવી રહ્યા છે.આ માટે આગોતરા જામીન મેળવવાના તેમના પ્રયાસો નાકામિયાબ રહ્યા છે.
તદુપરાંત રાજસ્થાન હોસ્પિટલની ચૂંટણી આવનારા દિવસોમાં થનારી છે. આ ચૂંટણી અત્યારે ન થવાની હોવાથી જ ઉમેદવારીપત્રક અત્યારે આપવામાં આવ્યા નથી. ચૂંટણીનો નવો કાર્યક્રમ નક્કી થશે તે પછી તમામને ઉમેદવારીપત્રક આપવામાં આવશે.
( દોઢ કોલમ બોક્સ)
રાજસ્થાન સેવા સમિતિના ૨૩ ટ્રસ્ટીઓને કોર્ટે માન્યતા આપી જ નથી
રાજસ્થાન સેવા સમિતિના ૫૧ લાખનું ડોનેશન આપનારા ૨૩ ટ્રસ્ટીઓને મુદ્દે પીટીશન થઈ જ નથી. તેથી તેમની પિટીશન કાઢી નાખવાનો કે તેને માન્યતા આપી દેવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. કોર્ટે રાજસ્થાન સેવા સમિતિમાં ૨૩ ટ્રસ્ટીઓને રેગ્યુલર કરવાનો ઓર્ડર આપ્યો જ નથી. આમ રાજસ્થાન સેવા સમિતિના ૨૩ ટ્રસ્ટીઓને રેગ્યુલર કરી દેવામાં આવ્યા હોવાની વાત સત્યથી વેગળી છે. ૫૧ લાખનું ડોેનેશન આપનારા ૨૩ ટ્સ્ટીઓને કોર્ટે માન્યતા આપી નથી. આમ ગણપત ચૌધરીને સંસ્કાર પેનલે મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.
ગણપત ચૌધરીએ ૮ કરોડ ડોનેશન આપવાની
માત્ર જાહેરાત કરી, નાણાં તો આપ્યા જ નથી
ગણપત ચૌધરીએ શાળાનું નવું મકાન તૈયાર કરવા માટે રૃા. ૮.૦૧ કરોડનું ડોનેશન આપવાની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ તેમણે વાસ્તવમાં ૧.૫૦ કરોડની આસપાસનું ડોનેશન જ અત્યાર સુધીમાં આપ્યું છે. વાસ્તવમાં તેમણે રૃા. ૬.૫ કરોડ રૃપિયા તેમનું નામ જોડાય તે પછી આપવાની શરત મૂકી છે. આ રીતે ગણપત ચૌધરી સમગ્ર સંસ્થા પર પોતાનો કબજો જમાવી દેવાનો ઇરાદો ધરાવે છે. પરંતુ નામ આપવાને મુદ્દે વિવાદ થયો છે. ત્યારબાદ ચૂંટણી અને પ્રોક્સી અંગે પણ વિવાદ થયો છે. તેથી તેમના વિજયની શક્યતા પર પાણી ફરી વળવાની સંભાવના રહેલી છે.
Comments
Post a Comment