
અમદાવાદ,શનિવાર
અમદાવાદમાં દિવસે ને દિવસે હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે, અમરાઇવાડીમાં દસ દિવસ પહેલા શાકભાજીનો વ્યવસાય કરતા વૃધ્ધને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. ગંભીર હાલતમાં વૃધ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
નાગરવેલ હનુમાન સત્યમ શાક માર્કેટ પાસે દસ દિવસ પહેલા ટક્કર મારી હતી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ હતા સારવાર દરમિયાન મોત થયું
અમરાઇવાડી નાગરવેલ હનું માન મંદિર પાસે ચંપાબેનની ચાલીમાં રહેતા અને નાગરવેલ હનુમાન મંદિર પાસે સત્યનગર શાકમાર્કેટમાં શાકભાજીનો વ્યવસાય કરતા રામશંકર રામપાલ જયસ્વાલ (ઉ.વ.૬૦) ગત તા. ૧૭ના રોજ શાકભાજીની લારી બંધ કરીને ચાલતા ઘરે જઇ રહ્યા હતા આ સમયે રાતે ૧૦ વાગે સંજયચોક દદુપાર્ટી પ્લોટ પાસે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી.
આ બનાવની જાણ થતાં તેમના ભાઇ દોડી આવ્યા હતા તેઓએ આવીને જોયું તો વૃધ્ધ બેહોશ હાલતમાં રોડ ઉપર પડેલા હતા જેથી તેમને એમ્બ્યુલન્સનમાં તાત્કાલીક એલ.જી.હાસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દસ દિવસની સારવાર દરમિયાન તેમનું ગઇકાલે રાતે મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોેંધી અકસ્માત સ્થળના આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરીને વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
Comments
Post a Comment