સ્ટર્લિંગ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા કોર્પોરેશનની ગાઇડલાઇનનો ભંગ થવાછતાંય પોલીસ ગુનો દાખલ કરતી નથી

વડોદરા,સ્ટર્લિંગ હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિ અંગે પોલીસમાં ફરિયાદ આપ્યાના બે મહિનાથી વધુનો સમય થઇ ગયો હોવાછતાંય હજી ફરિય ાદ દાખલ કરવામાં આવી નથી . આ કેસમાં કોર્પોરેશનની ગાઇડલાઇનનો ભંગ થયો હોવાનું સ્પષ્ટ છે.મે ં આ કેસને લગતા તમામ પુરાવાઓ પોલીસને આપ્યા છે.તેવું આ હોસ્પિટલ સામે લડત ચલાવી રહેલા પલ્મોનોલોજિસ્ટ સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.સોનિયા દલાલે જણાવ્યું છે.સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેનાર શહેરના અને બહારગામના ૧૦ દર્દીઓએ આજે તેમનો સંપર્ક કર્યો છે.
કોરોનાની સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પાસેથી કોર્પોરેશનની ગાઇડલાઇનનો ભંગ કરીને કરોડો રૃપિયા પડાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરનાર પલ્મોનોલોજિસ્ટ સુપર સ્પેશ્યાલિસ્ટ ડો.સોનિયા દલાલે જણાવ્યું છે કે,સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા કોર્પોરેશનની ગાઇડલાઇનનો ભંગ કરવામાં આવતા તે અંગે મેં પોલીસ કમિશ્નર કચેરીમાં ફરિયાદ પણ કરી છે.આ અંગે મેં તમામ પુરાવાઓ પણ પોલીસને આપ્યા છે.તેમછતાંય પોલીસ હજી ગુનો દાખલ કરતી નથી.અને નિવેદનો લેવાનું ચાલુ છે,તેવો જવાબ આપે છે.
વધુમાં,તેમણે જણાવ્યું હતું કે,આજે શહેર ઉપરાંત ભરૃચ,અને દાહોદના ૧૦ દર્દીઓ કે જેમણે સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.તેમણે મારો સંપર્ક કર્યો છે.અને ૪ પેશન્ટ મને તેમની બિલ સાથેની ફાઇલ આપી ગયા છે.જે પૈકી એક દર્દીની સારવારનું બિલ ૨૮ લાખ છે.એક મહિનાની સારવાર પછી પણ તે પેશન્ટનું મોત થયું હતું.આ પેશન્ટની પત્ની અને પુત્રી પણ કોરોનાની સારવાર માટે તે સમયે જ સ્ટર્લિંગમાં દાખલ હતા.
બીજા એક દર્દીનું બિલ ૨૭ લાખ છે.જે પેશન્ટ પણ એક મહિના માટે દાખલ હતા.ત્રીજા પેશન્ટનું બિલ ૯ લાખ છે,જે ૮ દિવસ સુધી સારવાર હેઠળ હતા.ચોથા પેશન્ટનું બિલ ૪.૬૮ લાખ છે.જે ૭ દિવસ માટે દાખલ હતા.
https://ift.tt/3EuZGAX
Comments
Post a Comment