
મોઢ વણિક સમાજની માનહાનિના કેસમાં નિવેદન લેવાયું
બચાવમાં કંઇ કહેવા માંગો છો ? પ્રશ્ન સામે કહ્યું, મારી સામે ખોટો કેસ કરાયો છે
સુરત : બે વર્ષ પહેલાં મોઢ વણિક સમાજના માનહાનિ કેસમાં આજે તત્કાલીન કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ રાહુલ ગાંધી સુરત ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અમિતકુમાર એન.દવેની કોર્ટ સમક્ષ ત્રીજી વખત ઉપસ્થિત રહ્યા હતા.
ફરિયાદપક્ષના બંને સાક્ષીઓની જુબાની સંદર્ભે પુછાયેલા મોટા ભાગના પ્રશ્નોના જવાબમાં મને ખબર નથી કહીને ડીનાઈલ કર્યો હતો. જ્યારે બચાવમાં વધુ કંઈ કહેવા માંગો છો ? તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે મારી સામે ખોટો કેસ કરવામાં આવ્યો છે.
કર્ણાટક કોલાર ડીસ્ટ્રીક્ટ ખાતે વર્ષ-2019માં લોકસભાની ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ બધા મોદી ચોર છે એમ ભાષણમાં કહેતા મોઢ વણિક સમાજની બદનક્ષી અંગે સુરત પશ્વિમના ધારાસભ્ય અને હાલના મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત સીજીએમ કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો હતો.
ન્યાયિક પ્રક્રિયામાં વધુ બે સાક્ષીની જુબાની બાદ કાર્ટે ખુલાસો કરવાની તક આપવાની કાનૂની જોગવાઇ મુજબ સીઆરપીસી-313 હેઠળ ફર્ધર સ્ટેટમેન્ટ માટે આરોપી રાહુલ ગાંધીને હુકમ કર્યો હતો. આજે બપોરે એરપોર્ટ ઉતરાણ બાદ રાહુલ ગાંધી કોંગ્રેસ અગ્રણીઓ સાથે કોર્ટમાં હાજર થયા હતા.
ફરિયાદ પક્ષના સાક્ષીઓની જુબાની સંદર્ભે પુછાયેલા પંદરથી વધુ પ્રશ્નોનો જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મને ખબર નથી. જેમાંના મોટા ભાગના પ્રશ્નો વીડીયોગ્રાફરે ચુંટણી સભાના સંપૂર્ણ રેકોર્ડીંગ તથા તથા ચુંટણી પંચના વીજીલન્સ અધિકારીના ફરજ સંદર્ભે હતા.
જે અંગે રાહુલ ગાંધીએ તમામ પ્રશ્નોના જવાબ ડીનાઈલમા ંઆપ્યો હતો. જ્યારે પોતાના બચાવમાં સાક્ષી રજુ કરવાના મુદ્દે ના પાડીને વિશેષમાં કંઈ કહેવા માંગો છો ? તેવું પુછતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારી સામે ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે.
ફરિયાદપક્ષે પી.વી.રાઠોડે આજરોજ આ કેસ માં વધુ બે સાક્ષીઓ પૈકી સીડી તૈયાર કરનાર ચંદ્રપ્પા તથા કોલાર જિલ્લાના ચુંટણી અધિકારી જે.મંજુનાથને તપાસવા સુરત કોર્ટ સમક્ષ માંગ કરી છે. જેની સુનાવણી કોર્ટે આવતીકાલે હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.
https://ift.tt/3nE9Ubv
Comments
Post a Comment