
અમદાવાદ,શુક્રવાર
નવા નરોડા વિસ્તારમાં નવરાત્રિમાં સોસાયટીમાં કમિટી બનાવવાની તકરારમાં ચાર શખ્સોએ યુવકને માર મારીને તેની પાસેથી મોબાઇલની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કારમાં આવેલા શખ્સોએ યુવકને પકડીના ફાઇબરની પાઇપથી માર મારી ફોન લઇ ગયા
આ કેસની વિગત એવી છે કે નવા નરોડા વિસ્તારમાં ધરણીધર બંગલોઝ પાસે મધુવન ગ્લોરી ખાતે રહેતા અને સિલાઇ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મુકેશભાઇ પ્રકાશભાઇ ભાવસારે પડોશમાં રહેતા સંજય ઉર્ફે સીઝર તથા બબલુ સહિત ચાર શખ્સો સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે નવરાત્રિમાં સોસાયટીમાં કમિટી બનાવવાની હતી જેમાં યુવકે કમિટીમાં રહેવાની ના પાડી હતી જેની તકરારની અદાવતને તા. ૨૧ની મોડી રાતે ચારેય શખ્સોએ હુમલો કર્યો હતો.
પોલીસ તરફથી મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા રાતે યુવક સોસાયટીમાં હાજર હતો ત્યારે કારમાં ચારેય શખ્સો આવ્યા હતા અને ેએક વ્યક્તિએ યુવકનો હાથ પકડયો હતો અને સંજયે ફાઇબરની પાઇપના ફટકા માર્યા હતા અને બબલુએ મોંઢાના ભાગે ફેંટો મારી હતી. ફોન ઝૂંટવીને કોઇને ફોન કરીશ તો જાનથી મારી નાંખશુ તેવી ધમકી આપીને નાસી ગયા હતા.
Comments
Post a Comment