
અમદાવાદ,શનિવાર
મણિનગર વિસ્તારમાં ગુરુજી ઓવરબ્રિજ ઉપરથી આજે સવારે એક વૃધ્ધે અચાનક છલાંગ મારી હતી, રેલવેના પાટા ઉપર પડતાં માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે મણિનગરથી ખોખરા તરફ જવાના માર્ગ ઉપર ટ્રાફિક ચક્કાજામ થયો હતો. આ બનાવ અંગે મણિનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વૃધ્ધની ઓળખ પરખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
મણિનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અજાણ્યા વૃધ્ધની ઓળખ પરખની કાર્યવાહી હાથ ધરી
આ કેસની વિગત એવી છે કે મણિનગરથી ખોખરા તરફ જવાના ગુરુજી ઓવર બ્રિજ ઉપરથી આજે વહેલી સવારે ૬૦ વર્ષની ઉમરના અજાણ્યા વૃધ્ધે છલાંગ મારી હતી જેથી રેલવેના પાટા ઉપર પડતાં માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત થયું હતું. આપઘાતની ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા તેમજ ઓવર બ્રિજ ઉપર પણ વાહન ચાલકો આડેધડ વાહન પાર્ક કરતા ટ્રાફિક ચક્કા જાણ થઇ ગયો હતો.
આ બનાવ અંગે મણિનગર પોલીસે લાશને પીએમ માટેહોસ્પિટલમાં મોકલીને અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતક વૃધ્ધના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે, જો કે મૃતકની ઓળખ થયા બાદ તેઓેએ બિમારીના કારણે કે પછી આર્થિક મંદીથી તંગ આવીને અંતિમ પગલું ભર્યું હતું તે અંગેની સત્ય હકીકત જાણવા મળશે.
Comments
Post a Comment