
અમદાવાદ,શુક્રવાર
પૂર્વમાં બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે, ઇસનપુર તરફ જવાના માર્ગ ઉપર ગોવિંદવાડી પાસે લોડિંગ રિક્ષા પલટી ખાતા યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે લોડિંગ રિક્ષા ચાલક સામે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.
લોડિંગ રિક્ષા નીચે દટાવાથી યુવકનું બેભાન હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
આ કેસની વિગત એવી છે કે કાંકરિયા ગોવર્ધન વાડી ટેકરા પાસે હરેકૃષ્ણ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઇ મોતીલાલ બોથરાએ ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોડિંગ રિક્ષા ચાલક ઉપેન્દ્રભાઇ પ્રતાપસિંગ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ફરિયાદીની કંપનીના જીન્સના પેન્ટનો કાચો માલ લઇને લોડિંગ રિક્ષા ચાલક ઉપેન્દ્રભાઇની સાથે હેમલભાઇ શ્યામબાબુ સાગર જતા હતા. તેઓ ખોખરા અનુપમ સિનેમા સામે આવેલા જીન્સના પેન્ટના કારખાનામાંથી કાચો માલ લઇને જઇ રહ્યા હતા.
મણિનગરથી ઇસનપુર તરફ જઇ રહ્યા હતા આ સમયે પૂર ઝડપે જઇ રહેલી લોડિંગ રિક્ષાના ડ્રાઇવરે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા ગોવિંદવાડીથી વિશાલનગર તરફ જવાના માર્ગ પર લોડિંગ રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે હેમલભાઇ સાગરને માથામાં ગંભીર ઇજા થવાથી બેભાન હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં દાખ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
https://ift.tt/3pQHNso
Comments
Post a Comment