
સુપ્રીમ કોર્ટે બે વર્ષ માટે દરજ્જો પરત આપ્યો
બે વર્ષ દરમિયાનની વર્તણૂક જોયા બાદ કાયમી બહાલી અંગે હાઇકોર્ટ નિર્ણય લે : સુપ્રીમ
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટની રજિસ્ટ્રી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો બદલ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાનો સીનિયર એડવોકેટનો દરજ્જો હાઇકોર્ટે પરત લીધો હતો.
આજે સુપ્રીમ કોર્ટે યતીન ઓઝાને સીનિયર એડવોકેટનો દરજ્જો કામચલાઉ ધોરણે બે વર્ષ માટે પરત કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત સુપ્રીમે નોંધ્યું છે કે સીનિયર એડવોકેટ તરીકની વર્તણૂક જોયા બાદ તેને કાયમી બહાલી આપવી કે નહીં તે અંગે હાઇકોર્ટ નિર્ણય લે.
જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીની ખંડપીઠે નોંધ્યું છે કે કોર્ટનો અભિપ્રાય છે કે એડવોકેટ ઓઝાને સીનિયર એડવોકેટનો દરજ્જો કામચલાઉ ધોરણે પરત આપવો જોઇએ અને આ સમયગાળો 1-1-2022થી શરૂ થશે.
સીનિયર એડવોકેટ તરીકે અરજદાર કેવી વર્ણૂક કરે છે તેનું હાઇકોર્ટ નિરીક્ષણ કરે. બે વર્ષના આ નિરીક્ષણ બાદ હાઇકોર્ટ અંતિમ નિર્ણય લે કે અરજદારની વર્તણૂક સ્વીકાર્ય છે કે નહીં અને સીનિયર એડવોકેટનો દરજ્જો કાયમી ધોરણે પરત આપવો કે નહીં. કોર્ટે અરજદારને તક અને બે વર્ષનો સમયગાળો આપી જોવા માંગે છે કે તેમના દ્વારા આપવામાં આવેલી અમને આપવામાં આવેલી બાંયધરી સાચી હતી કે નહીં.
ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેર દરમિયાન ગુજરાત હાઇકોર્ટની રજિસ્ટ્રી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો બદલ એડવોકેટ ઓઝા સામે સુઓમોટો કન્ટેમ્પ્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેના પરિણામે તેમનો સીનિયર એડવોકેટનો દરજ્જો જુલાઇ-2020માં પરત લેવાનો નિર્ણય ફૂલકોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. જેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.
https://ift.tt/3bpXVZa
Comments
Post a Comment