
અમદાવાદ,તા.28 ઓક્ટોબર 2021, ગુરૂવાર
પશ્ચિમ રેલવે દ્વારા તા.૨૯ ઓક્ટોબરથી કેટલીક વિશેષ ટ્રેનોમાં માસિક પાસ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપી છે.
અમદાવાદ વિભાગમાંથી પસાર થતી મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ, વલસાડ-અમદાવાદ સ્પેશિયલ, અમદાવાદ-સોમનાથ સ્પેશિયલ, ભાવનગર-ઓખા સ્પેશિયલ ટ્રેન, વડોદરા-જામનગર સહિતની ટ્રેનોમાં અનઆરક્ષિત કોચમાં હવેથી માસિક ટિકિટ ધારકો મુસાફરી કરી શકશે.
https://ift.tt/3Bkie4R
Comments
Post a Comment