Skip to main content

પેટલાદ પાલિકાના વોર્ડ નં. 1 ની પેટાચૂંટણીમાં 62 ટકા મતદાન

- આજે મતગણતરી હાથ ધરવામાં આવશે

- નોંધાયેલા 5204 મતદારો પૈકી 3228 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

આણંદ, વલ્લભવિદ્યાનગર : રવિવારના રોજ યોજાયેલી પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં.૧ની પેટાચૂંટણીમાં નોંધાયેલા ૫૨૦૪ મતદારો પૈકી ૩૨૨૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા ૬૨.૦૩ ટકા મતદાન નોંધાયું હતું. જો કે ભાજપ દ્વારા ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરાતા હોબાળો મચતા થોડીવાર માટે મતદાન અટક્યું હોવાના અહેવાલ સાંપડયા છે.

વધુમાં મળતી વિગતો મુજબ રવિવારના રોજ યોજાયેલ પેટલાદ નગરપાલિકાના વોર્ડની ૧ની પેટાચૂંટણી સંદર્ભે બે મતદાન મથકો ખાતે ઉભા કરાયેલ પાંચ બુથો ખાતે સવારના ૭ઃ૦૦ કલાકથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં.૧ની પેટાચૂંટણીમાં નોંધાયેલા ૫૨૦૪ મતદારો પૈકી સાંજના ૬ઃ૦૦ કલાક સુધીમાં ૩૨૨૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા ૬૨.૦૩ ટકા મતદાન નોંધાયું હતું. વહેલી સવારથી જ બે મતદાન મથકો ખાતે આવેલ પાંચ બુથો ખાતે મતદારોની લાઈનો લાગી ગઈ હતી. જો કે બપોરના સુમારે મતદાન પ્રક્રિયા મંદ પડી હતી અને ત્યારબાદ અંતિમ કલાકોમાં ઉમેદવારના સમર્થકો દ્વારા મતદાતાઓને મત આપવા જવા સમજાવ્યા હતા. દરમ્યાન બુથ મથકની બહાર બેઠેલા ભાજપના સમર્થકો દ્વારા મતદારોને ભાજપના ઉમેદવારનો ક્રમાંક નંબર ૨ લખેલ ચબરખીઓ આપવામાં આવતા આપના ઉમેદવારના સમર્થકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેથી થોડા સમય માટે વાતાવરણમાં તંગદીલી ફેલાઈ જવા પામી હતી. જો કે પોલીસ સમયસર ઘટનાસ્થળે પહોંચી જતા મામલો થાળે પડયો હતો. આવતીકાલે એટલે કે તા.૩૦મી નવેમ્બરને મંગળવારના રોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરનાર છે.

https://ift.tt/32LctBR

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..