
- તબીબોના પ્રતિક ધરણાથી આરોગ્ય સેવા પર અસર
- નીટ અને પી.જી.ની કાઉન્સીલીંગ પ્રક્રિયા પાછી ઠેલાતા કામનુ ભારણ વધતા આંદોલનનો માર્ગ અપનાવ્યો
સુરેન્દ્રનગર : નીટ-પી.જીનુ કાઉન્સેલીંગ-એડમીશન પ્રક્રિયા પાછળ ઠેલાઈ હોવાથી રેસીડેન્ટ ડોકટરો ઉપર કામનું ભારણ વધતુ જાય છે ત્યારે નારાજ ડોકટરોએ પ્રતિક ધરણા યોજી વિરોધ વ્યકત કર્યો હતો. સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજમાં ૧૨૦ જેટલા રેસીડન્ટ અને જૂનિયર ડોકટરોએ હડતાલ પાડી ધરણા યોજયા હતા.
સુપ્રિમકોર્ટમાં કેસના કારણે નીટ પીજીના કાઉન્સેલીંગ, એડમીશન સીહતની પ્રક્રિયા હવે છે જાન્યુઆરી માસમાં હાથ ધરાનાર છે કાઉન્સેલીંગ અટકી પડયુ છે અને કાઉન્સેલીંગ પ્રક્રિયા શરૂ થશે એ પછીની પ્રક્રિયામાં પણ દરેક મહિનો લાગશે. નવા એડમીશન નહી થવાના કારણે સરકારી હોસ્પીટલોમાં કોરોનાના કાળ વખતથી ફરજ બજાવતા વર્તમાન રેસીડેનટ ડોકટરો પર કાર્ય ભારણ વધી ગયુ છે તેથી નારાજ રેસી.ડોકટરોએ પ્રતિક ધરણા યોજી ગુજરાતભરમાં વિરોધ વ્યકત કર્યો હતો જેના અનુસંધાને સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે પણ ૧૨૦ જેટલા જૂ. અને રેસીડેન્ટ ડોકટરોએ હડતાલ પાડી ધરણા યોજ્યા હતા. જો કે ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખી હતી.
Comments
Post a Comment