
- 38 લોકોના વારસદારોને આર્થિક મદદ કરાઇ
- કોરોના મૃતક સહાય માટે જિલ્લામાં આર્થિક સહાય માટે 224 ફોર્મ લેવામાં આવ્યા હતા
કમિટીએ તમામ ફોર્મની ત્વરિત ચકાસણી હાથ ધરીને તેઓના સીધી બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરાવ્યા છે. જેમા ૩૮ મૃત્તકોના વારસદારોને ૧૯ લાખની સહાય કલેક્ટરાલય કચેરી દ્વારા ચુકવી દેવામા આવી હોવાનુ જાણવા મળ્યુ છે.
જીવલેણ વાયરસે હાહાકાર મચાવતા અનેક લોકોએ સમયાંતરે સારવાર દરમ્યાન હોસ્પિટલમાં જીવ ગુમાવ્યા છે. ત્યારે કોર્ટના નિર્દેશ બાદ સરકારે ચોકકસ ગાઇડલાઇન સાથે વારસદારોને ૫૦ હજારની સહાયની જાહેરાત કરી છે. જેમા આણંદ જિલ્લામા વીતેલા દિવસોમાં ૨૨૪ થી વધુ ફોર્મ મૃત્તકોના પરિવારજનોએ મેળવીને ભરીને પરત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેમા અત્યાર સુધીમાં ૩૮ લોકોએ ફોર્મ ભરીને પરત કરતાં તેની ચકાસણી કર્યા બાદ વહીવટીતંત્રએ તેઓને નિર્ધારીત રકમ તેઓના બેંક એકાઉન્ટમાં જમા કરી છે. જોકે હજુ પણ કેટલાક વારસદારો સંપૂર્ણ વિગતો સાથે ફોર્મ પરત કરી રહ્યા હોઇ તેની ચકાસણી કર્યા બાદ વધુ વારસદારોને નાણાંકીય સહાય ચુકવાશે તેમ ફરજ પરના અધિકારીએ જણાવ્યુ છે.
https://ift.tt/3xCuUUL
Comments
Post a Comment