
અમદાવાદ,સોમવાર
વાહન ચાલકની બેદરકારીના કારણે પૂર્વ વિસ્તાર અકસ્માતમાં મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે, વસ્ત્રાલ વિસ્તારમાં રહેતો યુવક જશોદાનગર જઇને આવું છું કહીને ગયો હતો દરમિયાન રામોલ ટોકનાકા પાસે મોેપેડને અચાનક બ્રેક મારતાં જમીન ઉપર પટકાવાથી મોતને ભેટ્યો હતો.
જશોદાનગર જઇને આવું કહીને યુવક ઘરેથી ગયો હતો ઃ એક કલાકમાં એકના એક પુત્રના મોતના સમાચારથી વિધવા માતા શોકમાં ગરકાવ
આ કેસની વિગત એવી છે કે વસ્ત્રાલ વિસ્તારમાં એસ.પી.રિંગરોડ ઉપર આર.એ.એફ. કેમ્પની સામે બ્લ્યું આઇરીસ ફ્લેટમાં રહેતા વૈશાખભાઇ શ્રીકુમાર નંલોધીરી ( ઉ.વ.૨૮)નામનો યુવક ગઇકાલે સાંજે ૫.૩૦ વાગે જશોદાનગર જવાનું કહીને ઘરે નીકળ્યો હતો દરમિયાન વસ્ત્રાલથી રામોલ તરફ જતો હતો અને ટોલનાકા નજીક મઢુલી ચાલીની કીટલી પાસે મોપેડને અચાનક બ્રેક મારતાં સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં યુવક વાહન સાથે રોડ ઉપર પટકાયો હતો માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોધી તપાસ કરતાં મૃતક યુવક વિધવા માતાનો એક નો એક પુત્ર હતો.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા રામોલ વિસ્તારમાં લાંભા પાસે ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં અસક્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક યુવકનું સ્થળ ઉપર જ મોત થયું હતું. તેમજ રખિયાલમાં સોનીની ચાલી પાસે બિરજુ નગરમાં રહેતા પરવેઝ ઝાઉલભાઇ શેખ (ઉ.વ.૩૧) તા.૧૪ના રોજ રાતે ૧૧.૫૫ વાગે રામોલ પોલીસ સ્ટેશન પાસેથી મોપેડ લઇને પસાર થતા હતા. આ સમયે બમ્પ આવી જતાં યુવકનું મોપેડ સ્લીપ ખાતા તે જમીન ઉપર પકડાયા હતા જેથી માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાને મોત થયું હતું.
https://ift.tt/3rmX58W
Comments
Post a Comment