ફેસબુક પર ફોટો શેર કરતા પતિનો ભાંડો ફૂટયો: કામરેજના પરિણીત રત્નકલાકારે યુવતી સાથે બીજા લગ્ન કરી માતા બનાવી તરછોડી દીધી

- વરાછામાં નોકરી કરતો હોવા છતા મુંબઇ હીરામાં નોકરી કરે છે એવું કહ્યું, ભાંડો ફૂટયા પછી પણ પહેલી પત્નીને ભાભી ગણાવી હતી
સુરત
કામરેજ વિસ્તારમાં રહેતા રત્નકલાકારે પરિણીત અને એક સંતાનનો પિતા હોવા છતા કાપોદ્રા વિસ્તારની યુવતી સાથે પ્રેમલગ્ન કરી એક સંતાનની માતા બનાવી તરછોડી દેતા મામલો અમરોલી પોલીસમાં પહોંચ્યો છે. પુત્રને જન્મ આપ્યાના ત્રણ મહિનામાં જ બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થતા પ્રેમલગ્ન કરનાર યુવતીની હાલત કફોડી થવા પામી છે.
કાપોદ્રાના જલધારા એપાર્ટમેન્ટમાં રહેતી દિપાલી દિનેશ ચાવડા (ઉ.વ. 27) ને છ વર્ષ અગાઉ હાર્દિક ઘનશ્યામ કાત્રોડિયા (રહે. એલ્પલાઇન ગ્રીન વેલી, કામરેજઃ સાથે થયો હતો. સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. મુંબઇમાં હીરાનું કામ કરતો હોવાનું કહેનાર હાર્દિક શનિવાર-રવિવારની રજામાં સુરત આવતો ત્યારે બંને મળતા હતા અને હાર્દિકના પરિવારની જાણ બહાર દિપાલીના ઘરે બંનેએ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ અમરોલી-કોસાડ રોડ પર સહજાનંદ પેલેસમાં હાર્દિકના નાના ભાઇના ખાલી ઘરમાં તેઓ રહેવા ગયા હતા. લગ્ન બાદ દિપાલીને જાણવા મળ્યું હતું કે હાર્દિક મુંબઇમાં નહીં પરંતુ વરાછા મીની બજારમાં નોકરી કરે છે અને એક સંતાનનો પિતા છે જેથી તે ચોંકી ગઇ હતી. દિપાલીએ ફેસબુક પર હાર્દિક સાથેનો ફોટો પોતાના આઇડી પર મુકતા રીંકલ નામની મહિલા તેના ઘરે આવી હતી. રીંકલે હવેથી ફોટો શેર નહીં કરવા અને પોતે હાર્દિકની પત્ની અને 6 વર્ષનો પુત્ર છે એવું કહેતા દિપાલીએ હાર્દિકની પૃચ્છા કરી હતી. જો કે હાર્દિક રીંકલ મારી ભાભી છે એમ કહી વાત ટાળી દીધી હતી. દરમિયાનમાં ગત જુલાઇ મહિનામાં દિપાલીએ પુત્રને જન્મ આપ્યો હતો અને ત્રણેક મહિના બાદ તેને બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું હતું. જેથી હાર્દિક દિપાલીને તરછોડીને ચાલ્યો ગયો હતો અને સમયાંતરે પુત્રને મળવા આવતો ત્યારે દિપાલી સાથે ઝઘડો કરતો હતો. બીજી તરફ સંબંધીઓ મારફતે જાણવા મળ્યું હતું કે હાર્દિકને અન્ય મહિલા સાથે પણ સંબંધ છે અને પત્ની અને તેના માતા-પિતા કામરેજ રહે છે. જેથી છેવટે ફરીયાદ નોંધાવી હતી.
માતા-પિતાએ મિલકતમાંથી બેદખલ કર્યો કહી મળાવ્યા નહી
દિપાલીએ લગ્ન કરવા માટે માતા-પિતા સાથે મળાવવાનું કહ્યું હતું. માતા-પિતા કામરેજમાં જ રહેતા હોવા છતા તેઓ વતન રહે છે અને મને મિલકતમાંથી બેદખલ કર્યો છે એમ કહી મળાવ્યા ન હતા. લગ્ન બાદ અમરોલી રહેવા ગઇ ત્યારે જ હાર્દિકનો ભાંડો ફૂટી ગયો હતો ફેસબુક પર ફોટો શેર કરતા હાર્દિકની પત્ની ઘરે આવી દિપાલીને ધમકાવી હતી. તેમ છતા રીંકલ મારી ભાભી છે અએમ કહી વાત ટાળી દીધી હતી.
Comments
Post a Comment