
વડોદરા : શહેરના પાંચ વિસ્તારો તથા પાદરામાંથી આરોગ્ય વિભાગની ટીમે ૪,૪૩૩ લોકોના સેમ્પલ લીધા હતા.જે પૈકી ૭ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જ્યારે ૧૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
શહેરમાં ચોવીસ કલાકમાં કોરોનાના નવા ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે.આરોગ્ય વિભાગની ટીમે શહેરના દિવાળીપુરા,ગોત્રી,સવાદ,અકોટા,જેતલપુર, નવીધરતી અને પાદરા વિસ્તારમાંથી ૪,૪૩૩ લોકોના સેમ્પલ લીધા હતા.ચોવીસ કલાક દરમિયાન સાત નવા કેસ નોંધાયા છે.જ્યારે ૧૧ દર્દીઓની તબિયત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.શહેરમાં હાલમાં કોરોનાના ૪૮ એક્ટિવ કેસ છે.જે પૈકી ત્રણ દર્દીઓ ઓક્સિજન પર છે.કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા ૯૯ દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન છે.૨૪ કલાક દરમિયાન મ્યૂકોરમાઇકોસિસનો એકપણ નવો કેસ નોંધાયો નથી.હાલમાં મ્યૂકોરમાઇકોસિસના ૭ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
જ્યારે મેલેરિયાના શંકાસ્પદ ૮૬ દર્દીઓ આજે ચેકિંગ માટે સયાજી હોસ્પિટલમાં આવ્યા હતા.જે પૈકી એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
https://ift.tt/317fpYL
Comments
Post a Comment