
અમદાવાદ,સોમવાર
અમદાવાદમાં પશુઓેની ચોરી કરીને કતલ કરવાના કિસ્સા વધી રહ્યા છે, દાણીલીમડામાં પોલીસે પશુઓના ૪૫૦ કિલો માંસના જથ્થા સાથે ત્રણ આરોપીને પકડી પાડીને તેમની સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
પશુઓની કતલ કરીને ચંડોળા તળાવ તરફથી લોડિંગ રિક્ષામાં પશુ માંસ ભરીને જતા હતા પોલીસે રંગે હાથ ઝડપી પાડયા
આ કેસની વિગત એવી છે કે દાણીલીમડા પોલીસેને જીવદયા પ્રેમીઓ દ્વારા બાતમી મળી હતી કે ચંડોળા તળાવ તરફથી પશુઓના માંસ લઇને લોડિંગ રિક્ષા આવી રહી છે, બીજીતરફ જીવદયા પ્રેમીઓએ પણ રિક્ષાનો પીછો કર્યો હતો અને પોલીસની મદદથી રિક્ષાને દાણીલીમડા ચાર રસ્તા પાસે ગંજ શહીદ કબ્રસ્તાન પાસે રોકી હતી અને અંદર તપાસ કરતાં રૃા. ૪૫,૦૦૦ની કિંમતનું ૪૫૦ કિલો પશુઓનું માંસ મળી આવ્યું હતું.
દાણીલીમડા પોલીસે નુરાની મહોલ્લા અલ્લાહનગર દાણીલીમડા ખાતે રહેતા જમીર રહીમભાઇ શેખ તથા ગોલ્ડન પાર્ક, હલીમનગરની બાજુમાં વટવા ખાતે રહેતા મોહંમદ અરબાઝ કુરેશી અને રહેમાની મહોલ્લા બહેરામપુરા ખાતે રહેતા સમીર સબ્બરભાઇ સૈયદની ધરપકડ કરીને તેમની સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દાણીલીમડામાં પોલીસે જાહેરમાં ગાયની કતલ કરતા બે કસાઇને રંગે હાથ ઝડપી પાડયા હતા. પોલીસે ૮૦ કિલો ગૌમાંસ જથ્થો કબજે કરીને ચાર શખ્સો સામે ગુનો નોધ્યો હતો. પોલીસ તપાસમાં કાંકરિયા બાજુથી ગાયની ચોરીને કરીને રિક્ષામાં લાવીને બેરલ માર્કેટ પાસે કતલ કરી હતી.
Comments
Post a Comment