
અમદાવાદ,સોમવાર
ગોમતીપુર વિસ્તારમાં જીવરામ ભટ્ટની ચાલીમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી એક વૃધ્ધની લાશ મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.જો કે હત્યા કે આત્મહત્યા તે અંગે રહસ્ય ઘુંટાઇ રહ્યું છે. ગોમતીપુર હાલતો પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.
દુર્ગધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી જાહેર શૌચાલયની અંડર ગ્રાઉન્ડ ટાંકી તોડીને તપાસ કરતા મૃતદેહ મળ્યો
આ કેસની વિગત એવી છે કે ગઇકાલે સાંજે ૫.૩૦ વાગે પોલીસ કન્ટ્રોલમાં સ્થાનિક રહીશે મેસેજ કર્યો હતો કે ગોમતીપુર વિસ્તારમાં જીવરામ ભટ્ટની ચાલી પાસે જાહેર શૌચાલય પાસે મૃતદેહની દુર્ગધ મારી રહી છે, આ મેસેજ આધારે પોલીસે ફાયર બ્રિગેડની મદદથી તપાસ કરીને જાહેર શૌચાલયની અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી તોડીને જોયું તો એક વૃધ્ધની લાશ મળી હતી. ગોમતીપુર પોલીસે તપાસ હાથ ધરતાં ગોમતીપુરમાં જીવરામ ભટ્ટની ચાલી નજીત ફૂટપાથ ઉપર રહેતા ઇન્દ્રવદનભાઇ અમરાભાઇ ખુમાણ (ઉ.વ.૬૪)નો મૃતદેહ હોવાનું બહાર આવ્યુ ંહતું.
પોલીસે હાલતો અકસ્માતે મોત નોંધી તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં કેટલાક દિવસો પહેલા પાણીની ટાંકીમાં પડી જવાના કારણે મોત થયું હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધર્યા બાદ ટૂક સમયમાં ચોક્કસ કારણ જાણવા મળશે.
https://ift.tt/3o4J79N
Comments
Post a Comment