
વડોદરા : ઓલ્ડ પાદરા રોડ પર આવેલા આવિષ્કાર કોમ્પલેક્સના સેમી બેઝમેન્ટમાં ચરસ અને ગાંજાનું વેચાણ કરતા ભાઇ બહેનનેે નશીલા દ્રવ્ય વેચવા આપનાર આરોપીને પીસીબીએ ઝડપી લીધા હતો.તેને સપ્લાય કરનાર રાજસ્થાનના આરોપીને પકડવા માટે પોલીસની ટીમ રાજસ્થાન રવાના થઇ છે.
પીસીબી પોલીસેમળેલી માહિતીના આધારે ,ઓલ્ડપાદરા રોડ આવિષ્કાર કોમ્પલેક્સમાં સેમી બેઝમેન્ટમાં ચરસ ગાંજો વેચતા ભાઇ બહેનને ઝડપી પાડયા હતા.પકડાયેલા શાકીબ મુનશીએ પોલીસને જણાવ્યું હતું કે,તેની બહેન મુહસીના મુનશી ચરસ અને ગાંજાનો જથ્થો પોતાની પાસે સંતાડી રાખે છે.અને અમારા ગ્રાહકોને આવિષ્કાર કોમ્પલેક્સ ખાતે બોલાવી સપ્લાય કરે છે.પોલીસે મુહસીનાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે,હું તથા મારો ભાઇ નશીલા પદાર્થનું વેચાણ કરીએ છે.અગાઉ મારા સાવકા પિતા અબ્દુલ્લા પટેલ સાથે આણંદ ચકલાસી ખાતે રહેતા દિલીપ કાકા નામના વ્યક્તિ પાસેથી લાવ્યા છે.
આ ગુનામાં માદક પદાર્થનો સપ્લાય કરતા દિલીપભાઇ ઉર્ફે દિલીપ કાકા ભાથીભાઇ જાદવ (રહે.ચકલાસી ,જાદવપુરા,તા.નડિયાદ,જિ.ખેડા)ને પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે ફાજલપુર પાસેથી ઝડપી લીધો હતો.દિલીપ જાદવને નશીલા દ્રવ્યો રાજસ્થાનનો રમેશ ગામેતી નામનો શખ્સ સપ્લાય કરતો હતો.તેને પકડવા માટે પોલીસની ટીમ રાજસ્થા રવાના કરવામાં આવી છે.
જ્યાં સ્થાનિક પોલીસની મદદથી આરોપીને પકડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
https://ift.tt/32vIWf8
Comments
Post a Comment