
- મહાપાલિકાની સાધારણ સભામાં 14 ઠરાવને સર્વાનુમતે બહાલી અપાઈ
- કિસાન આંદોલનમાં 700 જેટલા ખેડૂતના મૃત્યુ થયા તેનુ શહિદ સ્મારક બનાવવા વિપક્ષના નેતાએ દરખાસ્ત કરી હતી, ભાજપના 38 નગરસેવકે નામંજુર કરી
મહાનગરપાલિકાના સભાગૃહ ખાતે આજે સોમવારે મેયરના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળી હતી, જેમાં કોંગ્રેસના નગરસેવક અને વિપક્ષના નેતા ભરત બુધેલીયાએ દરખાસ્ત કરી હતી કે, કિસાન વિરોધી બીલ પરત ખેંચવા માટે ઉપવાસ પર ઉતરેલા કિસાનોનો વિજય થયો છે અને છેલ્લા એક વર્ષથી ચાલતા આંદોલોન સામે સરકાર જુકી છે. કિસાનોએ લોકશાહી ઢબે આંદોલન કરી સરકારમાં બીલ પરત કરવા માટે મજબુર કરેલ અને પરિણામે લોકશાહીનો વિજય થયો પરંતુ દુઃખની બાબતએ છે કે, ૭૦૦ જેટલા ખેડૂતો આ આંદોલન દરમિયાન શહિદ થયા તે ભારતના ઇતિહાસમાં કરૃણ ઘટના ઘટી છે, ભારત વર્ષમાં આ કલંક સમાન છે તો આ શહિદ થયેલા અન્નદાતાઓની સ્મૃતિમાં ભાવનગર શહેરમાં શહિદ સ્મારક બનાવવાની મંજુરી આપવી જોઈએ.
વિપક્ષના નેતાની આ દરખાસ્તને મેયરે નામંજુર કરી હતી અને મતદાન કરવામાં આવ્યુ હતુ, જેમાં દરખાસ્તની તરફેણમાં ૬ મત અને વિરોધમાં ૩૮ મત મળ્યા હતા તેથી મતદાનના આધારે બહુમતીના જોરથી ભાજપે કોંગ્રેસની શહિદ સ્મારક બનાવવાની દરખાસ્ત નામંજુર કરી હતી. શહિદ સ્મારકની દરખાસ્ત ભાજપ દ્વારા નામંજુર કરવામાં આવતા કોંગ્રેસમાં કચવાટ ફેલાયો હતો. કોંગ્રેસના નગરસેવકે મૃત્યુ પામેલ ખેડૂતો માટે બે મીનીટ મૌન પાળવા જણાવ્યુ હતુ પરંતુ ભાજપના સભ્યોએ બે મીનીટનુ મૌન પણ પાળ્યુ ના હતુ અને સભા પૂર્ણ કરી ચાલતી પકડી હતી. કોંગ્રેસના નગરસેવકોએ મૌન પાળ્યુ હતું. સીટી એન્જીનીયર તરીકે વિજય પંડીતને થોડા માસ પૂર્વે મહાપાલિકાના કમિશનરે ચાર્જ આપ્યો છે પરંતુ અધિકારીને ચાર્જ આપતી વખતે બોર્ડની મંજુરી લીધી નથી તેવુ કારણ આપી અધિકારીને સીટી એન્જીનીયરના ચાર્જમાંથી હટાવવા મનપાની સાધારણ સભામાં અધ્યક્ષ સ્થાને ઠરાવને મંજુરી આપવામાં આવી હતી. આ અંગે બે દિવસ પૂર્વે મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિમાં પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. સીટી એન્જીનીયરનો ચાર્જ આપ્યો તેને કેટલાક માસ થઈ ગયા છે પરંતુ બોર્ડની મંજુરી લીધી નથી તે સત્તાધારી ભાજપને હવે કેમ યાદ આવ્યુ ? તેમ મનપામાં ચર્ચાય રહ્યુ છે. આ મામલે મનપામાં કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે.
સાધારણ સભામાં લીઝપટ્ટા રીન્યુઅલ કરવા, મનપાના કર્મચારીઓને (૧ર-૧૪) ઉચ્ચતર પગાર ધોરણની યોજનાનો ઉચ્ચતર પગાર ધોરણ લાગુ પાડવા માટે રચાયેલ કમિટિના અહેવાલ અનુસાર લાભ આપવો સહિતના જુદા જુદા ૧૪ ઠરાવને સર્વાનમતે મંજુરી આપવામાં આવી હતી.
https://ift.tt/3D50BHg
Comments
Post a Comment