
વડોદરા તા.29 શહેરના ગોરવા વિસ્તારમાં રાત્રે ચાલવા નીકળેલા આઘેડને ગાયે ભેટી મારી હવામાં ઉછાળી નીચે પટક્યા બાદ છાતી પર પગ મૂકી દેતા ઇજાગ્રસ્ત આઘેડને સારવાર માટે ખસેડાયો છે.
આ અંગેની વિગત એવી છે કે ગોરવા વિસ્તારમાં સોલંકી ફળિયામાં રહેતા જયેશભાઇ મહેતા (ઉ.વ.૫૦) ડ્રાઇવિંગ કરે છે. ગઇ રાત્રે ઘેર જમ્યા બાદ તેઓ ઘર પાસે ચાલવા માટે નીકળ્યા હતાં. આ વખતે પાછળથી આવેલી એક ગાયે જયેશભાઇને ભેટી મારી હવામાં ઉપર ઉછાળી નીચે પટક્યા હતાં. બાદમાં ગાયે પાંચ ભેટી મારી હતી અને જયેશભાઇની છાતી પર પગ મૂકી દીધો હતો.
જયેશભાઇએ બૂમાબૂમ કરતા ત્યાં હાજર યુવાનો દોડી આવ્યા હતાં અને ગાયના વધારે હુમલાથી જયેશભાઇને બચાવી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. આ બનાવ બાદ વિસ્તારમાં મારકણી ગાયથી ફફડાટ ફેલાયો છે.
Comments
Post a Comment