
અમદાવાદ,સોમવાર
અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર ડામોરને ડીજીએ ડિસમિસ કર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ તેઓ સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા હતા ત્યારે બંદોબસ્ત દરમિયાન દારુ પીધેલી હાલતમાં પકડાયા હતા.
તપાસમાં ચાલું ફરજ દરમિયાન દારુ પીધેલા હોવાનું જણાઇ આવતા ડીજીએ હુકમ કર્યો
આ કેસની વિગત એવી છે કે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કે.એ. ડામોરને ગુજરાત પોલીસ વડાએ ડિસમિસ કર્યા હતા. મળતી માહિતી મુજબ તેઓ અગાઉ સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા હતા ત્યારે બંદોબસ્તમાં દારુ પીધેેલી હાલતમાં પકડાયા હતા, જેેની ઇન્કવાયરી ચાલી રહી હતી ખાતાકીય તપાસમાં તેઓ ફરજ દરમિયાન દારુ પીધેલી હાલતમાં હોવાનું જણાઇ આવતાં તેઓને ડિસમિસ કરવાનો ડીજીએ હુકમ કર્યો હતો.
અમરાઇવાડી પીઆઇ ડામોરને ડિસમિસ કરતા પોલીસ કમિશનરે હાલમાં તાત્કાલીક અસરથી પોલીસ કન્ટ્રોલ રૃમમાં ફરજ બજાવતા જસ્મીન રોઝિયાને તેમની જગ્યાએ અમરાઇવાડી પીઆઇ તરીકે મૂકવામાં આવ્યા છે.
https://ift.tt/3xCzulV
Comments
Post a Comment