
- પેમેન્ટની વાત ચાલતી હતી ત્યારે ઓલપાડની કંપનીના કર્મચારીએ પોતાના નામનું બિલ બનાવી ડિલીવરી લઇ લીધી
સુરત
હજીરા સ્થિત અદાણી પોર્ટના પાર્કિંગમાં પાર્ક રૂ. 17.39 લાખની કિંમતનું 21,060 કિલોગ્રામ બેઝ ઓઇલ ભરેલા ટેન્કરનું ઓલપાડની કંપની વતી બારોબાર બિલ બનાવી ડિલીવરી લઇ પેમેન્ટ નહીં ચુકવી વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ હજીરા પોલીસમાં નોંધાય છે.
દિલ્હીના નોર્થ-વેસ્ટ સ્થિત ખેરાકલનગામ ખાતે ગોડાઉન ધરાવતી પારસ લ્યુબ્રીકેન્ટ્સ લિ. નામની કંપનીએ 24 નવેમ્બરે ગાંધાર ઓઇલ રિફાઇનરી ઇન્ડિયા લિ. કંપનીમાંથી 21,060 કિ.ગ્રામ બેસ ઓઇલ કિંમત રૂ. 17.39 લાખનું ખરીદયું હતું. આ ઓઇલ માર્કેટીંગનું કામ કરતા રવિકુમારે વડોદરાની હાઇટેક ઇમ્પેક્ષ કંપનીના માર્કેટીંગ મેનેજર સાગર ઠક્કરનો સંર્પક કર્યો હતો. સાગરે ઓલપાડની જે.પી. પેઇન્ટ્સ એન્ડ કેમિકલ કંપનીના મંગેશ જીવતરામ ફુલવાની (રહે. સનવ્યુ રો હાઉસ, ગૌરવ પથ, પાલ) એ ખરીદવાની તૈયારી દર્શાવતા હજીરા સ્થિત અદાણી પોર્ટ પર માલ મંગાવ્યો હતો. જયાંથી પ્રતિભા ટ્રાન્સપોર્ટના ટેન્કર નં. જીજે-5 એયુ-9025 ના ડ્રાયવર જયપ્રકાશ વિશ્વકર્માએ 21,060 કિલોગ્રામ બેસ ઓઇલની ડિલીવરી લેવા આવ્યો હતો. પરંતુ મંગેશે પેમેન્ટ નહીં ચુકવતા અદાણી પોર્ટના પાર્કિંગમાં ટેન્કરને પાર્ક કરી દેવામાં આવ્યું હતું. તેમ છતા મંગેશે પ્રતિભા ટ્રાન્સપોર્ટના અતુલકુમાર યાદવનો સંર્પક કરી જે.પી. પેઇન્ટ્સ એન્ડ કેમિકલ વતી મંગેશભાઇએ તેઓની કંપનીનું બિલ તેમજ ઇ-વે બિલ બનાવી બારોબાર બેઝ ઓઇલ ભરેલા ટેન્કરની ડિલીવરી લઇ લીધી હતી. જેથી આ અંગે પારસ લ્યુબ્રીકેન્ટ્સના સિનીયર એકાઉન્ટન્ટ રાધેશ્યમ રામજીલાલ (રહે. શકુરપુર, આનંદવાસ, ન્યુ દિલ્હી) એ ફરીયાદ નોંધાવી હતી.
Comments
Post a Comment