
વડોદરા : કોરોનાના નવા વેરિઅન્ટના કારણે લોકોમાં ભય ફેલાઇ રહ્યો છે.અને આરોગ્ય વિભાગ દ્વારા પણ આગોતરૃં આયોજન કરવામાં આવ્યું છે.અગાઉ કોરોના પોઝિટિવ આવતા દર્દીઓ પૈકી માત્ર ૧૦ ટકા દર્દીઓના જ સેમ્પલ ચકાસણી માટે પૂના મોકલવામાં આવતા હતા.પરંતુ,નવા વેરિઅન્ટના ફેલાવાના પગલે હવે પોઝિટિવ આવતા તમામ દર્દીઓના સેમ્પલ પૂનાની લેબમાં મોકલી આપવામાં આવે છે.
કોરોનાનો નવો વેરિઅન્ટ સાઉથ આફ્રિકા ઉપરાંત ે ઇઝરાયેલ અને અન્ય દેશોમાં પણ દેખાયો છે.આ વેરિઅન્ટના કારણે વિદેશથી આવતા પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.અગાઉના ડેલ્ટા વેરિઅન્ટની સરખામણીમાં આ વેરિઅન્ટ બે થી ત્રણ ગણો ઝડપથી ફેલાઇ રહ્યો છે.તેના કારણે સરકારી તંત્ર સતર્ક થઇ ગયું છે.અગાઉ કોરોનાના પોઝિટિવ આવતા કેસો પૈકી માત્ર ૧૦ ટકા કેસ જ જીનોમ સિક્વન્સના ટેસ્ટ માટે પૂનાની લેબમાં મોકલવામાં આવતા હતા.
હાલમાં સયાજી હોસ્પિટલમાં ૫૦૦ બેડ તૈયાર છે.અને ૪૫૦ વેન્ટિલેટર,૧૫૦ મલ્ટી પેરા મોનિટર,૨૦ હજારની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક ઉપલબ્ધ છે.તેમજ ૪૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે.હાલ ં સયાજી હોસ્પિટલમાં કોરોનાનો એકપણ દર્દી સારવાર માટે દાખલ નથી.
https://ift.tt/3FUPUsF
Comments
Post a Comment