
વડોદરા : સરદાર એસ્ટેટ પર સ્કૂટર લઇને જતી માતા પુત્રીને બૂમો પાડીને બાઇક ચાલકે ઉભા રહેવાનું કહ્યું હતું.પરંતુ, મહિલા ઉભી નહી રહેતા બાઇક ચાલકે પાછળથી અકસ્માત કરી માતા પુત્રીને ઇજા પહોંચાડી હતી.
વાઘોડિયારોડ પરની એક હોસ્પિટલમાં નોકરી કરતી ૩૪ વર્ષની પરિણીતા ગઇકાલે પુત્રીના જન્મદિવસની ખરીદી માટે પુત્રીને લઇને સ્કૂટર પર નીકળી હતી.મહિલા સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસેથી મહિલા પસાર થતી હતી.ત્યારે બાઇક પર આવેલા આરોપી અશોક મહીજીભાઇ રાજપૂતે (રહે.ન્યૂ વી.આઇ.પી.રોડ) બૂમ પાડીને તેને ઉભી રહેવા કહ્યું હતું.પરંતુ,મહિલા ઉભી રહી નહતી.જેના કારણે ઉશ્કેરાયેલા અશોકે પોતાની બાઇક મહિલાના સ્કૂટરને પાછળથી ઔઅથાડતા મહિલા અને તેની પુત્રી સ્કૂટર પરથી નીચે પડી ગયા હતા.રોડ પર પડી ગયેલી મહિલાને બંને પગના ઘૂંટણ તથા ડાબા હાથની કોણી પર ઇજા થઇ હતી.જ્યારે તેની પુત્રીને પણ સાધારણ ઇજા થઇ હતી.જે અંગે મહિલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Comments
Post a Comment