Skip to main content
જજે ઈટાલિયા-ઈસુદાન સહિતના AAPના 93 નેતા-કાર્યકરોને નહીં પણ આ એક જ કાર્યકરને કેમ આપ્યા જામીન? જજના વલણની કરશો પ્રસંશા
ગાંધીનગરઃ રાજ્યમાં બિનસચિવાલય હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર  લીક થયું એ મુદ્દે ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમમાં વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના એક કાર્યકરને બાદ કરતાં બાકીના 64 આરોપીને કોર્ટે જામીન ના આપતા જેલભેગા કરાયા છે. આમ આદમી પાર્ટીના એક કાર્યકરને જામીન મળ્યા છે તે કોણ છે એ વિશે ભારે ઉત્સુકતા પેદા થઈ હતી.
આ કાર્યકરનું નામ રજનીકાન્ત પરમાર છે. રજનીકાન્ત પરમારને બુધવારે PSIની ફિઝિકલ પરીક્ષા હોવાથી એક દિવસના જામીન અપયા છે. રજનીકાન્ત પરમાર વતી વકીલે પરીક્ષામાં હાજર રહેવાનું હોવાથી જામીનની માગણી સાથે  દલીલ કરતા આરોપીને કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા. આરોપી રજનીકાંત પરમાર કોર્ટમાં આવ્યા બાદ તેને જજે પરીક્ષા હોવા અંગે પૂછ્યું હતું અને એ પછી ઓર્ડર લખવાનો શરૂ કર્યો હતો.
જજે પોતાના ઓર્ડરમાં રજનીકાન્ત પરમારને બુધવારે PSIની ફિઝિકલ પરીક્ષા હોવાથી એક દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા હોવાનું કહ્યું હતું. જજે રજનીકાન્ત પરમારની જામીનની મુદત પૂરી થાય પછી 23 ડિસેમ્બરે કોર્ટમાં હાજર થવા કહ્યું હતું. જજ અન્ય 64 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા ત્યારથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો ત્યાં સુધી તમામ આરોપીઓને કોર્ટ પરિસરમાં જ રાખવામાં આવ્યા હતા.
આ પહેલાં મંગળવારે સાંજે જામીન અરજી પર સુનાવણી દલીલ દરમિયાન પોલીસે સ્ટેશન ડાયરી ના લાવ્યા હોવાની દલીલ થઈ કરી હતી.  જજે સાંજે 7.45 કલાકે પોલીસને તાત્કાલિક ડાયરી લાવવા આદેશ કર્યો હતો. જજના આદેશ બાદ બાદ પોલીસ ડાયરી લેવા ગઈ હતી અને 9 વાગે પોલીસ ડાયરી લઈને કોર્ટમાં હાજર થઈ હતી. પોલીસ ડાયરી લઈને આવી પછી 9:05 કલાકે રજનીકાન્ત પરમારે જામીન માટે દલીલ કરી હતી.
આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ભાજપના સભ્યો વચ્ચે કમલમ ખાતે ઘર્ષણને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ બાદ કુલ 93 કાર્યકરો-નેતાઓની ધરપકડ કરાઈ છે. પોલીસે 65 પુરુષ અને 28 મહિલા મળીને કુલ 93 આરોપીઓની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો..........
ધો. 10ની બે વિદ્યાર્થીનીને કોલેજમાં ભણતાં યુવકે પ્રેમ જાળમાં ફસાવી, બ્લેકમેલ કરવાનું શરૂ કર્યા બાદ જે થયું તે જાણીને ચોંકી જશો
સુપર મોડલ એશ્રા પટેલની સરપંચની ચૂંટણીમાં થઈ કારમી હાર, જાણો કેટલા મળ્યા મત ?
અમદાવાદમાં થર્ટી ફસ્ટની રાત્રે ફટાકડા ફોડતાં પહેલાં આ વાતનું રાખજો ધ્યાન નહિતર થઈ જશો જેલભેગા
Ahmedabad : મંગળવારે લંડનથી આવેલા ફ્લાઇટમાં 8 મુસાફરો કોરોના સંક્રમિત નીકળતાં તંત્ર થયું દોડતું
Horoscope Today 22 December 2021: ગ્રહોની સ્થિતિ આપના માટે શુભ કે અશુભ, જાણો કેવો રહેશે આપનો દિવસ
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ 1 જાન્યુઆરીથી બદલાશે, જાણો શું છે RBIનો નવો નિયમ
ખ્યાતનામ અભિનેત્રી ફાઈવ સ્ટાર હૉટલમાં લોહીથી લથબથ હાલતમાં મળી, આત્મહત્યા કે હત્યા કરાઈ ? જાણો ચોંકાવનારી વિગત
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...