ઈટાલિયા-ઈસુદાન સહિતના AAPના નેતાઓને જામીન અપાવવા C.R. પાટિલના ક્યા નિવેદનનો લેવાયો આધાર ? કોર્ટે શું આપ્યો આદેશ ?

ગાંધીનગરઃ રાજ્યમાં બિનસચિવાલય હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થયું એ મુદ્દે ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમમાં વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના એક કાર્યકરને બાદ કરતાં બાકીના 64 આરોપીને કોર્ટે જામીન ના આપતા જેલભેગા કરાયા છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન સહિત 65 આરોપીઓને મંગળવારે સાંજે કોર્ટમાં રજૂ કરાયા હતા. આ પૈકી રજનીકાંત પરમાર નામના કાર્યકર સિવાયના બાકીના તમામના જામીન નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા કોર્ટે આદેશ આપ્યો છે. આ તમામ આરોપીઓએ હવે જામીન માટે હાઈકોર્ટમાં જવું પડશે.

રસપ્રદ વાત એ છે કે, ઈટાલિયા અને ઈસુદાન સહિતના આરોપીઓને જામીન અપાવવા માટે ભાજપના પ્રદેશ પ્રમખ સી.આર. પાટિલના નિવેદનનો આધાર લેવાયો હતો. બચાવ પક્ષના વકીલે સી.આર. પાટીલનું નિવેદન કોર્ટમા ટાંક્યુ હતું ને કહ્યું કે, પાટીલે જ મણે જાહેરમા કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ તેમના મુદ્દાની રજુઆત માટે કમલમ આવી શકે છે.

બચાવ પક્ષ તરફથી વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે, ખાનગી જગ્યાએ આરોપીઓ ગયા છે એવો ફરિયાદમાં ઉલ્લેખ છે, પરંતુ ભાજપના પ્રમુખ સી.આર. પાટિલે જ કહ્યું હતું કે, કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સચિવાલયમાં નહીં પરંતુ કમલમમાં રજૂઆત કરવા આવી શકે છે. કમલમમાં આવવાથી સમસ્યાનો ઉકેલ મળશે.

આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ભાજપના સભ્યો વચ્ચે કમલમ ખાતે ઘર્ષણને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ બાદ કુલ 93 કાર્યકરો-નેતાઓની ધરપકડ કરાઈ છે. પોલીસે 65 પુરુષ અને 28 મહિલા મળીને કુલ 93 આરોપીઓની ધરપકડ કરી હતી. આ પૈકી સોમવારે સાંજે જ મહિલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે આ તમામ મહિલાઓના જામીન નામંજૂર કરી દેતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં હતાં. બાકીના 65 પુરુષ આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો..........

ધો. 10ની બે વિદ્યાર્થીનીને કોલેજમાં ભણતાં યુવકે પ્રેમ જાળમાં ફસાવી, બ્લેકમેલ કરવાનું શરૂ કર્યા બાદ જે થયું તે જાણીને ચોંકી જશો

સુપર મોડલ એશ્રા પટેલની સરપંચની ચૂંટણીમાં થઈ કારમી હાર, જાણો કેટલા મળ્યા મત ?

અમદાવાદમાં થર્ટી ફસ્ટની રાત્રે ફટાકડા ફોડતાં પહેલાં આ વાતનું રાખજો ધ્યાન નહિતર થઈ જશો જેલભેગા

Ahmedabad : મંગળવારે લંડનથી આવેલા ફ્લાઇટમાં 8 મુસાફરો કોરોના સંક્રમિત નીકળતાં તંત્ર થયું દોડતું

Horoscope Today 22 December 2021: ગ્રહોની સ્થિતિ આપના માટે શુભ કે અશુભ, જાણો કેવો રહેશે આપનો દિવસ

ડેબિટ-ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ 1 જાન્યુઆરીથી બદલાશે, જાણો શું છે RBIનો નવો નિયમ

ખ્યાતનામ અભિનેત્રી ફાઈવ સ્ટાર હૉટલમાં લોહીથી લથબથ હાલતમાં મળી, આત્મહત્યા કે હત્યા કરાઈ ? જાણો ચોંકાવનારી વિગત

Comments
Post a Comment