ગુજરાતના આ નાના ગામડામાં જર્મનીના યુવકે રશિયાની યુવતી સાથે હિન્દુ વિધિથી કર્યા લગ્ન, જાનૈયા બન્યા ગુજરાતીઓ, જાણો વિગતે

હિંમતનગરઃ ભારતમાં હિન્દુ ધર્મથી હિન્દુઓના લગ્ન થાય છે તે તો બરાબર છે, પરંતુ આનાથી ઉલટો કિસ્સો સાબરકાંઠના હિંમતનગરના એક ગામડામાંથી સામે આવ્યો છે. અહીં સાકરોડિયામાં એક અનોખા લગ્નની તસવીરો સામે આવી છે જેમાં વિદેશી વર વધુએ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી -રીતરિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે, અને તેમના જાનૈયાઓ બન્યા હતા ગુજરાતીઓ.

રવિવારે હિંમતનગરના સાકરોડિયામાં યોજાયેલા અનોખા લગ્નમાં વર જર્મનીનો હતો અને કન્યા રશિયાની હતી, અને આ લગ્નમાં જાનૈયાઓ ગુજરાતી હતા. બે અલગ અલગ દેશના લોકો હિંદુ ધાર્મિક વિધિ વિધાનોથી લગ્નગ્રંથીથી જોડાયા હતા. ખાસ વાત છે કે, મૂળ જર્મનીના ક્રિશ મુલર અને રશિયાની જુલિયા ઉખવાકટીનાને ભારતના આધ્યાત્મે આકર્ષેલા, અને આ કારણે જ અધ્યાત્મ તેમનાં મંગલ પરિણયમાં પરિણમ્યું હતું. તેમની પહેલાથી જ ઇચ્છા હિન્દુ ધર્મ પ્રમાણે લગ્ન કરવાની હતી, જેથી લગ્ન પહેલા વર વધૂને પીઠી ચોળાઈ, લગ્ન ગીતો ગવાયા અને કન્યાદાન પણ થયુ હતુ.

આ લગ્નની કંકોત્રીઓ પણ છપાઈ હતી, કન્યા અને વર પક્ષનું સ્થાન એમના મિત્રના પરિવારજનોએ લીધું, અને લગ્ન સંપન્ન કરાયા હતા. જુલિયા અને ક્રિશ બંને અધ્યાત્ત્મની શોધમાં છે અને તેઓ દાદા ભગવાનથી આકર્ષાયેલા છે.

આ પણ વાંચો--

ગુજરાતના આ નાના ગામડામાં જર્મનીના યુવકે રશિયાની યુવતી સાથે હિન્દુ વિધિ કર્યા લગ્ન, જાનૈયા બન્યા ગુજરાતીઓ, જાણો વિગતે

ગુજરાતમાંથી ફરી ઝડપાયુ ડ્રગ્સ, છની ધરપકડ, જાણો કોણ છે આ લોકો?

Alert: 1 જાન્યુઆરીથી આ બેંકમાં 10 હજાર રૂપિયાથી વધારે જમા કરાવવા પર આપવો પડશે ચાર્જ, કેશ વિડ્રોલ પણ થશે મોંઘુ

ગુજરાતમાં કોરોના નિયંત્રણો માટેની ગાઈડ લાઇન આજે થશે જાહેર, વાઇબ્રન્ટ-સંક્રમણની સ્થિતિને આધારે લેવાશે નિર્ણય

Rajkot : સ્કૂલના 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં શિક્ષણ વિભાગ અને RTO થયું દોડતું

India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની શું છે સ્થિતિ

ઓમિક્રૉનના ભય વચ્ચે ક્રિસમસ સમયે જ આ મોટા શહેરમાં ટોળુ ભેગુ થવા પર લાદ્યો પ્રતિબંધ, બીજા શેના પર ફરમાવાઇ મનાઇ, જાણો વિગતે

Comments
Post a Comment