મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં તેજી, એક મણ જીરાનો ભાવ રેકોર્ડબ્રેક 11 હજાર 111 રુપિયા બોલાયો

ઉંઝાઃ મહેસાણાના ઉંઝા બજારમાં જીરુના ભાવમાં અચાનક તેજી આવી હતી. આજે રેકોર્ડબ્રેક 20 કિલોના 11 હજાર 111 રૂપિયા ભાવ બોલાયો હતો. ઉંઝા એપીએમસીના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યુ છે કે જીરાના 20 કિલોના ભાવ આટલા બોલાયા હોય. યાર્ડમાં જીરાના ભાવ ઉંચકાયા પાછળનું કારણ રાજસ્થાનમાં વરસાદની આગાહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કમોસમી વરસાદ પડે તો જીરુંનો પાક બગડી જવાની સંભાવના છે. ઓછું વાવેતર પણ ઉંચા ભાવ માટે જવાબદાર છે. ગઈકાલે 20 કિલોનો ભાવ 3 હજારથી 3500 રૂપિયા હતો. જ્યારે આજે 11 હજાર ભાવ મળતા ખેડૂતો ખુશ થયા હતા.

નોંધનીય છે કે રાજ્યમાં ટેકાના ભાગે મગફળીની ખરીદી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યના 31 હજાર 700 ખેડૂતોની નોંધણી સ્થગિત કરવામાં આવી છે. કુલ 44 હજાર 799 ખેડૂતોએ સરકારને મગફળીનું વેચાણ કર્યું છે. 2 લાખ 33 હજાર 858 ખેડૂતોની નોંધણી માન્ય રાખવામાં આવી જ્યારે 1456 ખેડૂતોની મગફળી ક્વોલિટી અમાન્ય રાખવામાં આવી હતી. સરકારે અત્યારસુધીમાં 38 હજાર 288 ખેડૂતોને મગફળીના નાણાં ચૂકવ્યા છે.

ખેડૂતોને પિયત માટે રાત્રિના બદલે વીજ પુરવઠો હવે દિવસે મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નવસારી કિસાન કૉંગ્રેસ અને ખેડૂતોની માગ વીજ કંપનીએ સ્વીકારી ખેડૂતોને દિવસે વિજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

<a href="https://ift.tt/3nFrNYe 2022: પગારદાર વર્ગને બજેટમાં નાણામંત્રી પાસેથી આ અપેક્ષાઓ છે, 80Cમાં કર મુક્તિ વધવાની આશા

ઓમિક્રોનના લો રિસ્ક અને હાઈરિસ્ક દર્દીને કેવી રીતે આપવાની રહેશે સારવાર? આરોગ્ય વિભાગે આપી મોટી માહિતી

બજારમાંથી બનાવેલ સ્માર્ટ આધાર કાર્ડ માન્ય નહીં રહે, જાણો UIDAI એ શું કહ્યું.....

માત્ર ધુમ્રપાનના કારણે વીમા કંપની કેન્સરનો દાવો નકારી શકે નહીં, જાણો કોણે આપ્યો ચુકાદો

Comments
Post a Comment