રાજ્યમાં લગ્ન પ્રસંગો અને રાજકીય કાર્યક્રમોને લઈ સરકારે નવું જાહેરનામું બહાર પાડ્યું, જાણો વધુ વિગતો

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈ નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જાહેર સમારંભો તેમજ લગ્ન પ્રસંગોને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવેથી રાજ્યમાં રાજકીય સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક કાર્યક્રમોમાં ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ હાજર રહી શકશે. જ્યારે બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો હાજરી આપી શકશે. (મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદામાં). લગ્ન પ્રસંગોમાં ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ, જ્યારે બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો હાજર રહી શકશે (મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદામાં). લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે.

ઉપર મુજબના ફેરફારો સાથેના નિયંત્રણો તારીખ 12-01-2022થી 8 મહાનગરો તથા 2 શહેરો સહિત સમગ્ર રાજ્યમાં અમલી બનશે.

રાજ્યના 8 મહાનગરો અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, ભાવનગર શહેર, જામનગર શહેર, જૂનાગઢ શહેર, ગાંધીનગર શહેર અને બે શહેરો આણંદ અને નડીયાદમાં રાત્રિ કર્ફ્યૂ તેમજ નિયંત્રણો તથા સમગ્ર રાજ્યમાં પણ કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યા છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7476 કેસ નોંધાયા છે. બીજી તરફ 2704 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,28,406 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 94.59 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3 મોત થયા. આજે 3,30,074 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Comments
Post a Comment