ગાંધીનગરઃ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ મંદિર આગામી સાત દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલથી 23 જાન્યુઆરી સુધી દ્વારકાધીશ જગત મંદિરમાં ભક્તોને પ્રવેશ નહીં મળે. ભક્તો માત્ર ઓનલાઈન દર્શન કરી શકશે. જો કે પારંપારિક રીતે પૂજારીઓ ભગવાનની સેવા પૂજા કરશે.

તે સિવાય યાત્રાધામ બહુચરાજી મંદિર આવતીકાલથી 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કોરોના સંક્રમણ વધવાના કારણે યાત્રાધામ બહુચરાજી મંદિર આવતીકાલથી 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. બહુચરાજી મંદિરમાં ભક્તોને પ્રવેશ મળશે નહીં. આવતીકાલથી 22મી જાન્યુઆરી સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. કોરોના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને આ નિર્ણય કર્યો છે

નોંધનીય છે કે કોરોનાના વધતા કેસના કારણે રાજ્યના મોટાભાગના મંદિર બંધ દર્શનાર્થીઓ માટે બંધ કરાયા છે. જેમાં દ્વારકા, અંબાજી, બહુચરાજી મંદિર, ખેડબ્રહ્માનું અંબિકા મંદિર, ડાકોર મંદિર, ઓલપાડનું પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, સુરેન્દ્રનગરના પાટડીનું શક્તિધામ મંદિરનો સમાવેશ થાય છે.

રાજ્યમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને ખેડાના ડાકોર ટેમ્પલ કમિટિએ મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં વકરતા કોરોનાના સંક્રમણને લઈ 17 જાન્યુઆરીના પોષી પૂનમના મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. એટલે કે 17 જાન્યુઆરીના ડાકોરના ઠાકોર ભક્તોને દર્શન નહીં આપે. પૂનમના દિવસે ડાકોરના ઠાકોરના દર્શને ભક્તોનો ધસારો રહેતો હોય છે. લોકોની ભીડના કારણે કોરોના સંક્રમણ વકરવાનો ભય રહે છે. ત્યારે પોષી પૂનમના દિવસે બંધ બારણે રાજા રણછોડની સેવા પૂજા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે આ દિવસે કાળિયા ઠાકોરના દર્શન ભક્તોને ઓનલાઈન કરવા અપીલ કરવામાં આવી છે.

તે સિવાય અરવલ્લીનું શામળાજી મંદિર પણ પૂનમના દિવસે બંધ રહેશે. જિલ્લામાં કોરોના સંક્રમણ વધવાના કારણે સોમવારે શામળાજી મંદિર દર્શન માટે બંધ રહેશે. દર પૂનમે શામળાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી જતા હોય છે. જેને લઈ સંક્રમણ વધુ ફેલાય નહીં તેને લઈ આ નિર્ણય લેવાયો છે. મંગળવારથી રાબેતા મુજબ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ મુકાશે.

તે સિવાય કોરોનાના કારણે અંબાજી મંદિર પણ 22 જાન્યુઆરી સુધી એટલે કે આઠ દિવસ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

<a href="https://ift.tt/3I8c63r Recruitment 2022: 12મું પાસ માટે બંપર વેકેંસી, અહીંયા કરો અરજી, મળશે તગડો પગાર

ગુજરાતમાં PSIની શારિરીક કસોટીમાં થયા એવા છબરડા કે જાણીને લાગી જશે આઘાત, જાણો સુધારો કરવા શું કરવું પડશે ?

શનિની મહાદશાથી આ રાશિના જાતકને મળશે આ વર્ષે મુક્તિ, જાણો કઇ-કઇ રાશિને મળશે સાડાસાતીથી મુક્તિ

<a href="https://ift.tt/3qwJICf Girl : અંગ પ્રદર્શન કરતી સાક્ષીની તસવીરોએ ફેન્સને કર્યા પાગલ, સુંદરતાના મામલે હીરોઇનોને પણ આપે છે ટક્કર

જ્યોતિષ: આપની કિસ્મત ચમકાવી શકે છે આ રાશિની યુવતી, આદર્શ પત્ની સાબિત થાય છે, તેના કારણે પતિનો ભાગ્યોદય થાય છે

Comments
Post a Comment