Skip to main content

Gujarat Corona Death: ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવા છતાં શું છે ચિંતાની વાત ? લોકોમાં કેમ ફેલાયો છે ફફડાડ

Gujarat Corona Cases:  ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો રાહતજનક ક્રમ જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11794 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો આંક 11 દિવસ બાદ 1 લાખથી નીચે આવ્યો છે. રાજ્યમાં હાલ 98021 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે અને 285 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જોકે, કોરોનાથી સતત વધી રહેલો મૃત્યુઆંક ચિંતાનો વિષય છે. 27 મે બાદ સૌથી વધુ 33 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 8, સુરત-રાજકોટ-ભાવનગરમાંથી 5, વડોદરામાંથી 3, આણંદ-વલસાડમાંથી 2, જામનગર-બોટાદ-ખેડામાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે 10408 છે.

આ પૈકી જાન્યુઆરીમાં જ 290 વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 3990-ગ્રામ્યમાંથી 76 સાથે 4066 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત વડોદરા એવો જિલ્લો છે જ્યાં કોરોનાના 1 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 1816-ગ્રામ્યમાં 441 સાથે 2257 કેસ નોંધાયા છે.આમ, રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 11,44,585 છે.છેલ્લા 24 કલાકમાં 21655 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 10,36,156 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 90.53 ટકા છે.

અમદાવાદમાં શું છે સ્થિતિ

ગુજરાતની સાથે અમદાવાદમાં પણ કોરોના કેસ ઘટી રહ્યા છે.  અમદાવાદમાં સતત ત્રીજા દિવસે કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાતા લોકો હવે કેસ ઘટતા રાહત અનુભવી રહ્યા છે.શનિવારે શહેરમાં શુક્રવારની સરખામણીમાં 415 કેસ ઓછા નોંધાયા હતા.કોરોનાના નવા 3990 કેસ અને સાત સંક્રમિત દર્દીના મોત નોંધાતા આગામી દિવસોમાં શહેરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે.શહેરમાં હાલમાં 30 હજાર જેટલા કોરોનાના એકટિવ કેસ છે.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના 140 અને ખાનગી હોસ્પિટલોમાં 249 દર્દી સારવાર હેઠળ છે.

શહેરમાં 28 જાન્યુઆરીએ કોરોનાના 4405 કેસ નોંધાયા હતા.શનિવારે નવા નોંધાયેલા 3990 કેસની સામે 8177 દર્દી સાજા થયા હતા. એસ.વી.પી.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 140 દર્દી પૈકી 67 દર્દી ઓકિસજન-આઈસીયુ બેડ ઉપર સારવાર લઈ રહ્યા છે.શહેરના સાત ઝોનમાં હાલમાં 30 હજાર એકિટવ કેસ છે.મ્યુનિ.તંત્ર દ્વારા રોજ સાત હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

શનિવારે શહેરના વધુ 12 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર,બોપલ,સાઉથ બોપલ,સરખેજ અને વેજલપુરના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.દક્ષિણ ઝોનમાં ઈસનપુરના એક સંક્રમિત સ્થળ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં મોટેરા તથા મધ્યઝોનમાં શાહપુરના એક સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયુ હતું.ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા ઉપરાંત વસ્ત્રાપુર અને છારોડીના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.કુલ 105 સ્થળ એકિટવ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ છે.

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..