અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગઈ કાલે રાજ્યમાં અત્યાર સુધીના એક જ દિવસના રેકોર્ડ બ્રેક 20 હજાર એક્ટિવ કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 90,726 થઈ ગયા છે. જો આવી જ રીતે આજે કેસો નોંધાશે, તો આ આંકડો ગમે ત્યારે 1 લાખને પાર થઈ શકે છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસમાંથી ખાલી અમદાવાદ જિલ્લામાં જ 31870 કેસો છે. આ પછી સુરતમાં 24332, વડોદરામાં 9660, રાજકોટમાં 5345, ગાંધીનગરમાં 2659, ભાવનગરમાં 2455, વલસાડમાં 1969, જામનગરમાં 1656, નવસારીમાં 1197, મહેસાણામાં 1086, મોરબીમાં 1047 અને ભરુચમાં 1007 એક્ટિવ કેસો છે.

જ્યારે ગુજરાતમાં સૌથી ઓછા એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુરમાં 17, બોટાદમાં 20, ડાંગમાં 23, અરવલ્લીમાં 32 એક્ટિવ કેસ છે. આ સિવાયના જિલ્લાઓમાં હજારથી ઓછા અને 100થી વધુ એક્ટિવ કેસો છે.

જામનગર શહેરમાં આજે કોરોનાથી 2 દર્દીઓના મોત નીપજ્યા છે, તો 385 નવા પોજીટીવ કેસો સામે આવ્યા છે.

તાપી જિલ્લામાં સતત વધી રહેલું કોરોનાનું સંક્રમણ. આજે જિલ્લામાં નોંધાયા 70 કોરોના પોઝીટીવ કેસ. જિલ્લામાં એક્ટીવ કેસ ની સંખ્યા 195 પર પહોંચી. આજે 10 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.

બનાસકાંઠા જિલ્લામાં આજે વધુ 174 કેસ આવ્યા પોઝિટિવ. એક્ટિવ કેસો ની સંખ્યા પહોંચી 804એ પહોંચ્યા. જિલ્લામાં આજે 4026 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં દિવસે દિવસે કેસ વધી રહ્યા છે.

Comments
Post a Comment